________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
પ્રવચન નં. ૧૭ માટીથી થાય અને માટીથી ન થાય-ઘડો ઘડાથી જ થાય. માટીથી “જ' થાય તેમાંથી “જ' કાઢી નાખજે. જો માટીથી જ થાય તો ઘડા બધા સરખા થવા જોઈએ. કોઈ આડા અવળા થાય નહીં. કોઈ ઘડાનો કે અન્ય વાસણનો એક સરખો ઘાટ જોવામાં આવતો નથી. માટે પરિણામ સત્-અહેતુક છે. કુંભારથી ન થાય અને માટીથી પણ ન થાય.
તેમ ભગવાન આત્માથી સમ્યકદર્શન ન થાય, અને દર્શનમોહના ક્ષયથી પણ ન થાય. સમ્યકદર્શન એના થવા કાળે થાય છે, ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર હોય છે તો આત્માથી સમ્યકદર્શન થયું તેમ ઉપચાર કરવામાં આવે છે. અનુપચારે તો પર્યાયનો કર્તા પર્યાય છેપર્યાય તેના પારકથી થાય છે. ઉત્પાદ પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી તેમજ ઉત્પાદને ધ્રુવની પણ અપેક્ષા નથી. ઉત્પા–ઉત્પાથી છે, વ્યય-વ્યયથી છે, અને ધ્રુવ-ધ્રુવથી છે. હવે આવી વાત આવે એટલે વ્યવહારના પક્ષવાળાને એમ થાય કે એકલી નિશ્ચયની વાત આવે છે. આવી સૂક્ષ્મવાત કોણ સમજશે? ' અરે! ભગવાન આત્મા ન જાણે !? સંજ્ઞી પંચેન્દ્રિય ન જાણે? કોઈ નહીં જાણે (સમજે) એટલે તેરમી ગાથા લખી છે. કુંદકુંદ ભગવાનને ખબર હતી કે-આ વાતને જાણશે ને અપનાવશે. અહીં અત્યારે સંખ્યાની વાત નથી. સંખ્યા થોડી-ઝાઝી હોય તેની વાત નથી.
કુંદકુંદ ભગવાનને ખબર છે કે મારી વાત સાંભળશે. અને તેને જ અપનાવશે તેનું કામ થઈ જશે-માટે લખી છે. કોઈ નહીં સમજે માટે લખી છે? આ લખાણ આવ્યું છે તેનો અર્થ એ છે કે-ઘણાં જીવોનું કામ થવાનું હોય ત્યારે લખાણ આવે છે, તે વિના શાસ્ત્ર લખાતા નથી. જ્ઞાનીનો જન્મ થાય છે તો તે ઘણાં જીવો માટે થાય છે-તે એક બે જીવો માટે અહીંયા ધક્કો ખાય નહીં.
આહાહા ! કુંભારથી તો ઘડો ન થાય, પણ માટીથી “જથાય; તેમાં હવે “જ' કાઢી નાખ. અરે! “જ' કાઢી નાખું તો કુંભારથી જ થઈ જશે. અહીં કુંભારથી થાય છે તે વાત તો છે જ નહીં. કુંભાર તો અત્યંત ભિન્ન છે-બે દ્રવ્યની ભિન્નતા છે તેથી (કુંભાર-માટી) વચ્ચે કર્તા-કર્મ સંબંધ હોઈ શકે નહીં. માટી અને ઘડા વચ્ચે કર્તા-કર્મનો જે વ્યવહાર છે તે અભૂતાર્થ છે. માટી કર્તા છે અને ઘટની પર્યાય કર્મ છે એવો જે અંદરનો વ્યવહાર છે તે વ્યવહાર અભૂતાર્થ છે.
જો માટીથી ઘડો થતો હોય તો; ઘડા જ થયા કરે, પછી સંકોરું ન થાય. છ એ દ્રવ્યના પરિણામ થવા યોગ્ય થયા કરે છે એમ સર્વજ્ઞ ભગવાને જાણ્યું છે. તેની પરંપરામાં આચાર્ય ભગવાને જાણું અને પછી શાસ્ત્ર લખ્યાં છે. “થવા યોગ્ય થાય છે ' તે –મહા સિદ્ધાંત છે.
“ભૂતાર્થ' નો અર્થ કરે છે કે બધું થવા યોગ્ય થાય છે. મારાથી થતું નથી તો પછી પરથી તો ક્યાંથી થાય. હજુ તો પેલાએ આમ કહ્યું માટે ક્રોધ આવ્યો તેમ માને છે. બીજાના કહેવાથી ક્રોધ આવતો નથી. તેમજ બીજાના ઉપદેશથી સમ્યકદર્શન પણ થતું નથી. તે (શ્રીગુરુ) તો નિમિત્તમાત્ર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com