________________
૧૮૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
બંધ અને મોક્ષ છે.” જૂનાં કર્મનો સદભાવ અને જૂનાં કર્મનો અભાવ તેના નિમિત્તે નવનાં ભેદો પર્યાયમાં ઉત્પન્ન થતાં હતાં. હવે તે નિમિત્તનું લક્ષ છોડે છે, નૈમિત્તિકનું લક્ષ છોડે છે. (નવ) તે તો થવા યોગ્ય થાય છે તેમ જાણીને અંદરમાં ચાલ્યો જાય છે.
તેમનામાં એકપણે પ્રગટ કરનાર”, આ નવ તો અનેક હતા. પર્યાયધર્મથી જીવ અનેકપણે દેખાતો હતો. આ પાપી છે, આ પુણ્યવાળો છે, આ ચોથાગુણસ્થાનવાળો, પાંચમા, છઠ્ઠી, ગુણસ્થાનવાળો દેખાતો હતો. આહા..હા! આ ગુણસ્થાનોનો આત્મામાં અભાવ છે. એટલે ગુણસ્થાનની પર્યાયનો આત્મા કર્તા નથી એ ગુણસ્થાન પરદ્રવ્ય છે માટે આત્મા તેનો જ્ઞાતા થતો નથી. (ગુણસ્થાન) એનાથી ભિન્ન જ્ઞાયકનો જ્ઞાતા થઈ ને અનુભવ કરી લ્ય છે. તેમનામાં એકપણું એટલે કે” –નવના ભેદો જે છે તેમાં અવયરૂપે એક રહેલો છે.
જેમ કે સોનું છે, સોનાના નવઘાટ થયા હોય; નવઘાટ ભલે થાય; પરિણામ ભલે ફર્યા; પરિણામ એકરૂપ નથી. પરિણામ ચિત્ર-વિચિત્ર છે પણ તેની અંદર અન્વયરૂપ સોનું તો કાયમી છે. સોનીની દૃષ્ટિ તો સોના ઉપર છે. અને ગ્રાહકની દષ્ટિ તો પર્યાય ઉપર પડી છે. આ ઘાટ સારોને આ ઘાટ ખરાબ તેમ ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે.
- અહીં કહે છે- “તેમનામાં એકપણું પ્રગટ કરનાર' એટલે અનેકને જાણે-નવના ભેદને જાણે તો ઈન્દ્રિયજ્ઞાન છે–તે આત્મજ્ઞાન નથી. નવ આત્મજ્ઞાનનો વિષય નથી. વ્યવહારની જેટલી વાત છે તે આડીઅવળી વાત છે. વિપરીત અને આડી-અવળી વાતનું તે પ્રતિપાદન કરે છે, તે વ્યવહારનયને અસત્ય જાણીને, નિશ્ચયનયના કથનને સત્યજાણી ને અપનાવી લે. નવ તત્ત્વોને આત્મા જાણતો નથી ને આત્માનું જ્ઞાનેય જાણતું નથી. નવ તત્ત્વને જાણનાર જ્ઞાન બીજું છે. મારું જ્ઞાન તેને ન જાણે. મારું જ્ઞાન મને જાણે છે અને નવના ભેદને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે-હું તેને જાણતો નથી.
લગ્ન હોય ને ત્યારે મીઠાઈ મળે બાકી રોટલા તો રોજ મળતા હોય છે. તેમ અત્યારે આ અવસર છે. સમયસારની અગિયારમી ગાથામાં એમ કહ્યું કે-ભૂતાર્થનયથી તું દ્રવ્યને જાણ; અને અહીંયા એ જ પુરુષ કહે છે-ભૂતાર્થનયથી તું નવ તત્ત્વને જાણ. સાહેબ! નવ તત્ત્વ તો વ્યવહારનયનો વિષય છે ને !? એકાંતે તે વ્યવહારનયનો વિષય નથી, નિશ્ચયનયનો વિષય પણ છે. આ વાત તને મળી નથી.
નવ તત્ત્વને તું વ્યવહારનયથી જાણી રહ્યા છો, હું તને કહું છું કે તેને તું હવે નિશ્ચયનયથી જાણ. પર્યાયને નિશ્ચયનયથી કેમ જાણવી? પર્યાય થવા યોગ્ય થાય છે તેનું કારણ આત્મા પણ નથી અને પર પણ નથી તેમ નિરપેક્ષ જાણ. સાપેક્ષ તો જાણ્યું કેઆનાથી આ થાય ને, આનાથી આ થાય. આ હોય તો આ થાય ને આ હોય તો આ થાય.
કુંભાર હોય તો ઘડો થાય! કહેના, એ તો નિમિત્ત છે-કુંભારતો ભિન્ન દ્રવ્ય છે. કુંભારથી તો ન થાય પણ માટીથી જ થાય. હવે માટીથી જ થાય–તેમાં “ જ' કાઢી નાખ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com