________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
આત્મજ્યોતિ પ્રગટ થઈ તેમ કહે છે. “ આમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે. ”
แ
શ્લોકાર્થ:- “ ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે, ” નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્દર્શન છે. હવે અહીંયા તો કહે છે-નવ તત્ત્વમાં, નવતત્ત્વથી ભિન્ન આત્મા છે તેને જાણે તો સમ્યક્દર્શન છે. જે ભિન્ન આત્મજ્યોતિ છે તે-દ્રવ્યકર્મ ભાવકર્મ, નોકર્મથી રહિત, જે પરિણામ માત્રથી ભિન્ન આત્મજ્યોતિ છે. વર્તમાનમાં નવ તત્ત્વના ભેદ ભલે હો ! ઉત્પાદ-વ્યયના ભેદ ભલે હો ! પરંતુ ઉત્પાદ્-વ્યયથી ધ્રુવ ભિન્ન છે. ધ્રુવ-ધ્રુવપણે રહેલો છે તે ઉત્પાદ-વ્યયમાં આવતો નથી. ઉત્પાદ્-વ્યયમાં રહેવા છતાં તે રૂપે થતો નથી. ‘તરૂપો ન ભવિત.’
૬૭
“જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે.” એટલે અંતસન્મુખ થઈને−‘હું જ્ઞાનાનંદ આત્મા છું' એવાં વિકલ્પ એટલે અનુમાન જ્ઞાનને પણ છોડીને; સાક્ષાત અંતર્સન્મુખ થાય ત્યારે તેને આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. પંચમકાળમાં આત્મા પ્રગટ થાય છે બોલો! પંચમકાળમાં આત્મા વર્તમાનમાં અનુભવથી અનુભવમાં પ્રગટ થાય છે. શુદ્ઘનયને આધીન જે (નવ તત્ત્વથી) ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે-પ્રગટ અનુભવમાં આવે છે એટલે કે પ્રત્યક્ષ થાય છે–દષ્ટિમાં આવે છે.
આત્મા તો છે...છે...ને...છે, તે શુદ્ધાત્માને એક સમય માત્ર પણ શ્રદ્ધા-જ્ઞાનમાં લેતો નથી. દૃષ્ટિમાં લેતો નથી, અનુભવ કરતો નથી. જે આત્મજ્યોતિ પ્રગટ છે, પણ પાછું ‘પ્રગટ ’ થાય છે–એટલે અનુભવમાં આવે છે. બે શબ્દ છે-‘પ્રગટ’ છે અને ‘પ્રગટ’ થાય છે.
ભગવાન આત્મા વર્તમાનમાં અસ્તિરૂપે છે...છે...ને છે. હવે પર્યાયની રુચિમાં–પ્રેમમાં પડેલાને તે આત્મા દૃષ્ટિગોચર થતો નથી. હવે તેને જ્યારે આત્મજ્ઞાની ગુરુ મળે છે. ગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા રાખી અને દેશનાલબ્ધિ સાંભળી; આત્માનું સ્વરૂપ લક્ષમાં લેવાનો પ્રયોગ કરે છે-ત્યારે તે આત્માને, જે પ્રગટ-વિધમાન ભગવાન છે તે પ્રત્યક્ષ થાય છે.
ભગવાન આત્મા અનાદિનો હતો-વર્તમાનમાં છે...છે ને...છે. જે દષ્ટિમાં નહોતો આવતો તે અંતસન્મુખ થઈને, તેને ભગવાન આત્મા દષ્ટિ ગોચર થાય છે-એટલે પ્રગટ થાય છે.
પ્રગટ થાય છે એટલે જે આત્મા દૃષ્ટિમાં-અનુભવમાં નહોતો આવતો તે આવ્યો તે આવ્યો, તેને પ્રગટ થાય છે-તેમ કહેવામાં આવે છે. “તે પ્રગટ થાય છે કે જે નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં ” કે-જે પ્રગટ થાય છે તે આત્મજ્યોતિ કેવી છે?!
આત્મજ્યોતિ નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં પણ, તે નવ રૂપે પરિણમે છે છતાં પણ તે પરિણામરૂપે જ્યોતિ થતી નથી. તે પારિણામિકભાવે પોતે કાયમ રહે છે અને વિશેષ અપેક્ષાએ ચારભાવપણે પરિણમે છે, અથવા વિશેષ અપેક્ષાએ નવ તત્ત્વરૂપે પરિણમે છે-તો પણ આત્મજ્યોતિ તેનો સામાન્ય સ્વભાવ છોડતી નથી. ‘ન મુંચતિ' વિશેષોની વચ્ચમાં પણ સામાન્યભાવને છોડતી નથી. આહા...હા ! આત્મા નવ તત્ત્વની બહાર નથી છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com