________________
६८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૬ નવ તત્ત્વની બહાર છે. પરિણામની મધ્યમાં રહેલો હોવા છતાં તે પરિણામથી ભિન્ન રહે છે. તે પરિણામને સ્પર્શતો નથી, પરિણામમય થતો નથી; પરિણામથી અનન્ય થતો નથી. આત્મા પરિણામનો કર્તા નથી, પરિણામનો ભોક્તા નથી, અને પરિણામનો જ્ઞાતા નથી.
આહા..હા...! કેવી સુંદર વાત કરે છે. “નવતત્ત્વતત્વે ઓf યવેત્ત્વ ન મુખ્યતિ”_ આત્મજ્યોતિ એકપણું છોડતી નથી. પર્યાયથી જુએ તો અગ્નિ અનેકાકારરૂપે પરિણમે છે, ત્યારે અગ્નિ તેનું એકપણું છોડતી નથી-સ્વભાવથી જુએ તો એજ વખતે તે એકાકાર દેખાયછે.
નવ તસ્વરૂપે આત્મા પરિણમે છે, પરિણમતો હોવા છતાં પર્યાયમાં જાણવામાં આવતો નહોતો. દેહ મારો, રાગ મારો તેવી અજ્ઞાનની પ્રસિદ્ધિ હતી. હવે તેના ઉપરથી લક્ષ છોડીને એટલે ખંડખંડરૂપ, ભાવેન્દ્રિયનો ઉપયોગ સર્વથા બંધ થઈ જાય છે–લબ્ધરૂપ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને ભાવેન્દ્રિયનો અભાવ થતો નથી પણ લબ્ધરૂપ થાય છે, તેની સાથે એક નવું અંતર્મુખ થયેલું અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું જ આ હું જ્ઞાયક છું–તેમ શ્રદ્ધા-જ્ઞાનમાં લેતું પરિણમે છે. હવે પર્યાયમાં આત્મા પ્રસિદ્ધ થયો તેને ભગવાન સંવર તત્ત્વ કહે છે.
હવે કહે છે-જે આત્મા શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો તે આત્મા, “નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં” –નવ તસ્વરૂપે કવચિત્ પરિણમે છે. કવચિત્ પુણ્ય-પાપ રૂપે પરિણમે છે, કવચિત્ આસ્રવ, બંધ રૂપે પરિણમે છે, કવચિત્ સંવર, નિર્જરા, મોક્ષરૂપે પરિણમે છે. (આત્મ જ્યોતિ) તે પર્યાયોરૂપે પરિણમવા છતાં પણ તે પોતાના એકપણાને છોડતી નથી.
ભગવાન આત્મા એકપણું છોડતો નથી અને તે નવરૂપે થતો નથી. નવરૂપે પરિણમવા છતાં તે નવરૂપે થતો નથી. સોનું કાયમ સામાન્યરૂપે રહે છે અને તેના નવ પ્રકારના ઘાટ થાય છે. એક ઘાટનો વ્યય થાય અને બીજો ઘાટ થાય, પાછો ત્રીજો, ચોથો એમ અનેક પ્રકારે પરિણામથી જોઈએ તો પરિણમે છે.
તેમ ઉપલકદષ્ટિથી, વર્તમાન દષ્ટિથી, પર્યાયદષ્ટિથી, વ્યવહારદષ્ટિથી, નવરૂપે પરિણમે છે તેમ દેખાય છે. પણ અંતષ્ટિથી જોવામાં આવે તો ભગવાન આત્મા નવરૂપે થતો નથી. એકપણું છોડીને એકનો બે ન થાય, તો એકનો નવ તો ક્યાંથી થાય? સમાજમાં વાંધો પડ્યો હોય અને કોઈ તેને સમજાવે અને પેલો માણસ સમજે નહીં, તો કહે-અમે બહુ સમજાવ્યો પણ તે એકનો બે થતો નથી.
તેમ અનંતકાળથી તે ભગવાન આત્મા, એકનો બે થઈ ગયો, એકનો ત્રણ થઈ ગયો, એકનો ચાર થઈ ગયો તેમ માને તો માને–તેની શ્રદ્ધા ખોટી થાય છે, પણ વસ્તુ નવરૂપે થતી નથી. અજ્ઞાની માને પણ આત્મા નવરૂપે થતો નથી. અજ્ઞાની માને અને આત્મા નવરૂપે થતો હોય તો તો સમ્યક્દષ્ટિ –સમ્યકજ્ઞાની કહેવાય.
આત્મજ્યોતિ એકપણું છોડતી નથી. “નિજ ભાવને છોડે નહીં અને પરભાવરૂપે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com