________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
આત્મજ્યોતિ ત્રણકાળમાં ન થાય.” શ્રી પ્રવચનસારમાં વ્યવહારનયથી, જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી. આત્મા અશુભરૂપે પરિણમે ત્યારે અશુભ થઈ જાય છે, શુભરૂપે પરિણમે ત્યારે આત્મા શુભરૂપ થાય છે, અને શુદ્ધરૂપે પરિણમે ત્યારે શુદ્ધરૂપે થાય છે. આ બધી વ્યવહારનયથી વાત કરી ભાઈ! બાપુ! પણ તેં નિશ્ચયનયથી એક સમયમાત્ર આત્માને જોયો નથી. હવે તેને નિહાળ-જો ! તે ભગવાન આત્મા એકનો બે થતો નથી તો એકનો નવ તો ક્યાંથી થાય?
એ જ્ઞાયકભાવ તો અનાદિ અનંત એકરૂપે ટંકોત્કીર્ણ રહેલો છે. તે ખરેખર આત્મા છે અને તે ઉપાદેય છે-નવ તત્ત્વના ભેદ હેય છે, અથવા તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. જ્ઞાની નવા તત્ત્વના ભેદ પ્રત્યે ઉદાસ છે. નવ તત્ત્વના ભેદમાં તેને આત્મબુદ્ધિ થતી નથી. અને અભેદમાંથી તેને આત્મબુદ્ધિ છૂટતી નથી. નવ તત્ત્વને (હેય) પણે જાણે પણ તે નવ તત્ત્વનું અવલંબન લેતો નથી. એકનું અવલંબન છૂટે નહીં અને નવને જાણ્યા વિના રહે નહીં.
થવાયોગ્ય થાય છે તેમ જાણે પણ તે મારું સ્વરૂપ છે તેમ માને નહીં. જાણે અને માને નહીં. નવ તત્ત્વના ભેદને જાણે કે-થવા યોગ્ય થાય છે પણ આત્માપણે માને નહીં.
આત્મજ્યોતિ નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં તે પોતાના એકપણાને છોડતી નથી. તે વાત ચાલે છે. જ્ઞાયકભાવ શુભાશુભરૂપે થતો નથી-જડરૂપે થતો નથી. આત્મા પુણ્ય-પાપ રૂપે થતો નથી-એમ કહે છે. પુણ્યનું ફળ વર્તમાનમાં આકુળતા-દુઃખ-તે રૂપે થતો નથી. સુખમય આત્મા સુખમયપણાને છોડતો નથી અને દુઃખમય થતો નથી. પરિણામમાં દુઃખ છે, ત્યારે પણ ભગવાન આત્મા સુખમય રહેલો છે. ભ્રાંતિથી-પર્યાયદષ્ટિથી તેને લાગે છે કે હું દુઃખમય થઈ ગયો, દ્રવ્યદષ્ટિથી દુ:ખમય થયો નથી.
ભાવાર્થ:- “નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે;” અનેકરૂપ થાય છે તેમ લખ્યું નથી. અને પર્યાય ધર્મથી જુઓ તો આત્મા અનેકરૂપ દેખાય છે. “નવ તત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા’ એટલે અનંતકાળથી નવ તત્ત્વરૂપે પરિણમે છે. અજ્ઞાનદશામાં તે અનેકરૂપ દેખાય છે, અનેકરૂપ છે નહીં. વ્યવહારનયથી જુઓ તો અનેકરૂપ દેખાય છે.
જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો” વિચારવામાં આવે એટલે જાણવામાં આવે તો-અનુભવ કરવામાં આવે તો...! “તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી.” એટલે કે આત્મા પુણ્ય-પાપ રૂપે થતો નથી. પુણ્ય-પાપ રૂપે થયો તેવી ભ્રાંતિ થાય તેથી આત્મા પુણ્ય-પાપ રૂપે થાય? થઈ શકતો નથી અશક્ય છે. કળશટીકામાં આનું દિષ્ટાંત-અગ્નિનું અને ઇંધનનું બહુ સારું આપ્યું છે. આ દષ્ટાંત પંચાધ્યાય કર્તાએ પણ આવ્યું છે. જેમ દર્પણનું દૃષ્ટાંત બહુ સૂક્ષ્મ છે તેમ આ દૃષ્ટાંત બહુ સારું છે.
શ્રી સમયસાર ગાથા ૨૦ થી ૨૨ માં આવે છે કે- “ઇંધનની અગ્નિ નથી, અગ્નિ ઇંધન નથી. ઇંધન બંધન છે અને અગ્નિ તો અગ્નિ છે. કહેવાય લાકડાની અગ્નિ પણ અગ્નિ અગ્નિ છે અને લાકડું-લાકડું છે. અગ્નિ લાકડાને અડતી નથી. લાકડું બળે છે તેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com