________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર
પ્રવચન નં. ૧૬ નથી તેમાં આવી ગયું છે.
આ તેરમી ગાથાની પ્રશંસા (મહિમા) બહુ ચાલે છે. એટલે પૂરેપૂરી સાંભળી લેવી. અરે! વીતરાગની વાણી કાન ઉપર આવે ને તો કામ થઈ જાય. થવા યોગ્ય થાય છે તેનો વિચાર કરે તો અભિમાન ઉતરી જાય. હું પરિણામને કરું છું તે નીકળી જાય છે. આહાહા !
અભિમાન રહેતું નથી ને પરિણામ થવાકાળે થયા જ કરે. તે કર્તાનું કર્મ તો નથી પણ મારા જ્ઞાનનું શેય પણ નથી. મારું જ્ઞય તો સામાન્ય શુદ્ધાત્મા છે. પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દે! પર્યાય શેય નથી. આહાહા! પર્યાયને જ્ઞય બનાવીશ તો તે કર્તાનું કર્મ થશે પણ ય નહીં થાય. જાણેલાનું શ્રદ્ધાન થઈ જશે. આ અભૂતથી અદ્દભૂત વાતો છે.
બંધની વાત તો ગઈકાલે થઈ ગઈ છે છતાં ફરીથી–અહીંયા નવ તત્ત્વ નિરપેક્ષ છે તે સિદ્ધ કરવું છે. બંધતત્ત્વ એટલે અહીંયા મિથ્યાત્વને મુખ્યપણે બંધ કહેવામાં આવે છે. સમયસારમાં આસ્રવ અને બંધ બે તત્ત્વને જુદા પાડ્યા છે. એક આસ્રવ તત્ત્વ છે અને એક બંધ તત્ત્વ છે. આસ્રવ છે તે બંધ નથી ને બંધ છે તે આસ્રવ નથી–ત્યારે બે તત્ત્વ સિદ્ધ થાય છે. કેમકે આસ્રવ તો છેક તેરમાં ગુણસ્થાન સુધી રહે છે. બંધની સ્થિતિ તો પહેલા ગુણસ્થાનમાં છે. ચોથા ગુણસ્થાને બંધ નથી–ભાવબંધ એટલે મિથ્યાત્વનો અભાવ થઈ ગયો. માટે આસ્રવ તત્વ અને બંધ તત્ત્વ બર્ન ભિન્ન છે. આસ્રવનો સદ્દભાવ તે બંધનું કારણ નથી. આમ્રવનો સભાવ જો બંધનું કારણ હોય તો આસ્રવ તો ચોથ, પાંચમે, છકે, સાતમે, આઠમે ઠેઠ તેરમે પણ આસ્રવ છે. આસ્રવ બે પ્રકારે છે–સકષાય યોગ અને અકષાયયોગ.
પ્રભુ શું કહ્યું સાંભળ! ભગવાને આસ્રવ અને બંધ બે તત્ત્વ ભિન્ન-ભિન્ન કહ્યાં છેનવ તત્ત્વમાં. સાત તત્ત્વો લ્યો તો પણ આસ્રવ અને બંધ બે તત્ત્વ જુદા-જુદા છે. આસ્રવ છે તે બંધનું કારણ નથી. આસ્રવ જો બંધનું કારણ થઈ જાય તો-ચોથાગુણસ્થાને ત્રણ કષાયનો સભાવ છે એટલે આસ્રવ તો છે. પાંચમે આસ્રવ છે. છટ્ટે આસ્રવ છે. તેરમે કંપન છે તે યોગ આસ્રવ છે. તેથી આસ્રવ તત્ત્વ બંધ નથી અને બંધ તત્ત્વ આસ્રવ નથી. તો આસ્રવના સદ્ભાવમાં કોને બંધ થાય છે અને કોને બંધ થતો નથી! તેનું કારણ શું છે? તેનું સૂક્ષ્મપણે ચિંતવન કરો. રાગ પોતે આસ્રવ છે પણ રાગ પોતે બંધ નથી. ત્યારે રાગનો યોગ અથવા રાગમાં મમત્વભાવ તેને બંધ કહેવામાં આવે છે. રાગનો રાગ તે બંધ છે. રાગ તે આસ્રવ છે. રાગનો સદ્દભાવ હોય અને મમત્વભાવ છૂટી જાય છે–તો મિથ્યાત્વ ગયું અને આસ્રવ રહી ગયો.
બંધ તત્ત્વ નિરપેક્ષ છે. મિથ્યાત્વનો પર્યાય નિરપેક્ષ એના અકાળે પ્રગટ થાય છે–ત્યારે તેની બુદ્ધિ બગડી જાય છે. રાગ મારો તેમ તેને થઈ જાય છે. ત્યારે એ મિથ્યાત્વનો પર્યાય પણ સ-અહેતુક છે. જો રાગના કારણે મિથ્યાત્વ થતું હોય તો બધાને થવું જોઈએ, પણ બધાને મિથ્યાત્વ થતું નથી માટે તે મિથ્યાત્વનો પર્યાય પણ નિરપેક્ષ છે. દર્શનમોહનો ઉદય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com