________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૭૩ છે માટે મિથ્યાત્વ થાય છે તેમ પણ નથી, અને આત્મા છે માટે મિથ્યાત્વ છે તેમ પણ નથી. થવા યોગ્ય થવાનું હતું તે થયું જે થવાનું હતું તે થયું અને હવે ગયું, તેના સ્થાને હવે સમ્યક્દર્શન થવાયોગ્ય થાય છે. આસ્રવ રહી ગયો અને બંધ નીકળી ગયો. બંધ એટલે ભાવ બંધ હો! અહીં દ્રવ્યબંધની વાત નથી.
ભાવબંધમાં આત્મા કારણ નથી–અને દર્શનમોહનો ઉદય કારણ નથી. જે એમ જાણે છે કે બંધ થવા યોગ્ય થાય છે તેને સમ્યક્દર્શન થઈ જાય છે. આ પ્રશ્ન અમદાવાદમાં આવ્યો 'તો !? બંધને ભૂતાર્થનયથી જાણે તો સમ્યકદર્શન થાય!? મેં કહ્યું-હા, સમ્યકદર્શન થઈ જાય. આત્માને ભૂતાર્થનયે જાણે તો તો સમ્યદર્શન થાય જ તે તો બરાબર છે. પણ મિથ્યાત્વની પર્યાયને નિશ્ચયનયથી-ભૂતાર્થનયથી જુએ કે થવા યોગ્ય થાય છે, ત્યાં તો સમ્યકદર્શન થઈ જાય છે. થવાયોગ્ય થાય છે તેમ ખ્યાલમાં લેતાવંત સમ્યકદર્શન થઈ જાય છે-હું તેનો કરનાર નથી. મારાથી સમ્યકદર્શને થતું નથી અને મિથ્યાત્વ પણ થતું નથી. તે એના સ્વકાળે થયું. ક્ષણિક ઉપાદાનને સત્ અહેતુક નિરપેક્ષ છે. આનાથી થાય છે ને આનાથી થાય છે તેમ ન જો.
મિથ્યાત્વ આત્માથી થતું નથી અને કર્મથી થતું નથી. હાય! હાય! તો તો સ્વભાવ થઈ જશે? કે-ના, તેનો અભાવ થઈ જશે. મિથ્યાત્વની ઉત્પત્તિ માટે આ શાસ્ત્ર નથી. મિથ્યાત્વને ભૂતાર્થનયથી જાણીશ તો સમ્યકદર્શન થઈ જશે. આજ સુધી મિથ્યાત્વને તે ભૂતાર્થનથી જાણ્યું નથી. એ જે આચાર્ય ભગવાન કહે છે–તું મિથ્યાત્વને ભૂતાર્થનયથી જાણીશ તો મિથ્યાષ્ટિ નહીં રહે. (અજ્ઞાનીની દલીલ) કાં તો મારાથી થાય અને કાં તો દર્શનમોહના ઉદયથી થાય. કહેના, થવાયોગ્ય જ થાય છે. ગાથા બહુ અપૂર્વ છે. શુદ્ધાત્મા અશુદ્ધ પર્યાયને પ્રગટ કરે ? રચના કરે ? ન કરે. અને દ્રવ્યકર્મ તો ભિન્ન છે તે ભાવ મિથ્યાત્વને કેમ ઉત્પન્ન કરી શકે ? અને શુદ્ધ દ્રવ્ય છે તે કેવી રીતે અશુદ્ધ પર્યાયને ઉત્પન્ન કરી શકે ? અશુદ્ધ પર્યાય પણ તેના કાળે થાય છે તેમ જાણતાં સમ્યક્દર્શન થઈ જાય છે. આ દષ્ટિ જ કોઈ જુદી છે. નવ તત્ત્વને નિહાળવાની આ દિવ્યદષ્ટિ છે.
સાપેક્ષદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિરપેક્ષદષ્ટિ તે સમ્યક્દષ્ટિ થવા યોગ્ય થાય છે એમ જાણે તો કર્તાબુદ્ધિ છૂટી જાય છે અને સમ્યકદર્શન થાય છે. સમ્યફદર્શન થતાં તેની દષ્ટિ દ્રવ્ય ઉપર રહે છે તો દ્રવ્યથી સમ્યક્દર્શન થયું-આત્માએ સમ્યકદર્શન કર્યું તેમ ઉપચારથી કર્તા કહેવામાં આવે છે. ખરેખર ઉપચારથી કર્તા નથી. કેમકે તેનો કર્તા આત્મા નથી. જો આત્મા સમ્યક્દર્શનનો કર્તા છે તો વ્યવહાર થઈ ગયો. અને પર્યાયનો કર્તા પર્યાય છે તો નિશ્ચય થઈ ગયું-આ પર્યાયનો નિશ્ચય છે. પર્યાય તેના અકાળે થવા યોગ્ય થયા જ કરે છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે.” પરિણામ ઉપર જ્ઞાનનું લક્ષ ન હોય. આત્મજ્ઞાનનું લક્ષ પરિણામ ઉપર નથી માટે તે પરિણામને જાણતો નથી. એ પરિણામનો પ્રતિભાસ દેખીને પરિણામને જાણે છે તેવો ઉપચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com