________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૭૪
પ્રવચન નં. ૧૬ આવે છે. અથવા ઈન્દ્રિયજ્ઞાન તેને જાણે છે-તેથી આત્મા તેને જાણે છે તેવા બે પ્રકારના ઉપચાર આવે છે.
એક પ્રતિભાસ દેખીને ઉપચાર આવે છે અને કાં તો ઈન્દ્રિયજ્ઞાન તેને જાણે છે–તો જાણેલો પ્રયોજનવાન. આત્મા તેને જાણે છે તેમ કહેવામાં આવે છે. કેમકે જેના ઉ૫૨ લક્ષ હોય તેને જ જાણી શકે. જેના ઉ૫૨ લક્ષ નથી તેને જાણી શકે નહીં. જેમકે કેવળી ભગવાનનું લોકાલોક ઉપર લક્ષ નથી, લક્ષ તો આત્મા ઉપર છે, પણ તેનો પ્રતિભાસ દેખીને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેમ કહેવાય. ઈન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર છે તે આત્માને જાણતું નથી. અને આત્મજ્ઞાનનું લક્ષ સ્વ ઉપર છે તે ૫૨ને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી અને વસ્તુ સ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે ?
આહા...હા ! જ્ઞેયથી જ્ઞાન થયું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાયકનું જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. આ અંતરની વાતો છે. જરા શાંતિથી સાંભળવા સમજવા જેવી છે. જ્ઞેયનું જ્ઞાન થયું તને! તો શાયકનું જ્ઞાન નહીં થાય! જો ૫૨ને જ્ઞેય બનાવે તો અહીંથી જ્ઞાન બહાર નીકળી જાય છે–તો આત્મદર્શન નહીં થાય. રાગ મારા કર્તાનું કર્મ તો નહીં પણ રાગ મારા જ્ઞાનનું જ્ઞેય પણ નહીં. મારા જ્ઞાનનું શૈય તો ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા છે–બીજું કોઈ જ્ઞેય નથી. જ્ઞાતાય હું, શેયપણ હું, જ્ઞાનપણ હું–ત્રણેયની અભેદ સ્થિતિ છે. પરિણામની કાં તો કર્તાબુદ્ધિ અને કાં તો જ્ઞાતાબુદ્ધિ તેમાં અટક્યો છે.
હવે ‘મોક્ષ ' તત્ત્વને નિરપેક્ષ કહે છે. મોક્ષ એટલે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ
પરમાત્માને તે મોક્ષતત્ત્વને નિરપેક્ષથી જો! આઠ કર્મનો અભાવ થયો માટે મોક્ષની પર્યાય પ્રગટ થઈ છે તો તે તેને વ્યવહારથી જોયું. નિશ્ચયથી તે પર્યાયને ન જોઈ. ચાલો આઠકર્મના અભાવથી તો ન થાય પણ આત્માને આશ્રયે તો થાય ને? આત્માને આશ્રયે થાય છે તેમ ન જો ક્ષણિક ઉપાદાન-સ્વશક્તિથી થાય છે તેને આત્માનો આશ્રય નથી. આત્માને આશ્રયે થાય તે તું વ્યવહાર નયથી જોવે છે. થવાયોગ્ય થાય છે તે નિશ્ચયનય છે હોં!
પર્યાયનો વ્યવહાર અને પર્યાયનો નિશ્ચય એટલે શું?
(૧) આત્માની પર્યાય થાય છે તે પર્યાયનો વ્યવહા૨.
(૨) આઠકર્મના અભાવથી મોક્ષ થાય છે તે પર્યાયનો વ્યવહાર.
(૩) મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે તે પર્યાયનો નિશ્ચય.
પર્યાયને નિરપેક્ષથી જોતાં મોક્ષ માટે કરવો છે એવી અભિલાષા નીકળી જાય છે-અને મોક્ષ થઈ જાય છે. જેને મોક્ષ કરવો છે તેને મોક્ષ થતો નથી.
પ્રશ્ન - તારે મોક્ષ કરવો છે?
ઉત્ત૨ - હા, મોક્ષ તો કરવો છે.
તો મોક્ષ તો બંધના અભાવપૂર્વક થાય છે-તો પાછલા બારણેથી બંધનો કર્તા તું થઈ ગયો. પાછલા બારણેથી કર્તાપણું આવી ગયું. મોક્ષના કરવાના બ્હાને પણ મિથ્યાત્વ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com