________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૭૫
મોક્ષની પર્યાય થવા યોગ્ય થશે તેમ જાણને!? હું કરું તો થાય તો તેણે બે સતનું ખૂન કર્યું. એક તો પર્યાયને સત્ ન માની અને આત્મા અકર્તા છે તેને કર્તા માન્યો.
આત્મા અકર્તા–જ્ઞાતા છે. તેને મોક્ષની પર્યાયનો કર્તા માન્યો. પરંતુ મોક્ષની પર્યાયને આત્માના કર્તાપણાની અપેક્ષા પણ નથી. તે થવા યોગ્ય થાય છે. આત્મા કરે તો થાય તેમ છે નહીં. તો તો અત્યારે આપણે કર્તાબુદ્ધિવાળાએ અહીંથી અપીલ કરી.
હે! સીમંધર પ્રભુ! આપને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે તો આપ મોક્ષની પર્યાય પ્રગટ કરી ધો. અમે આપને સારું કામ સોંપીએ છીએ-રાગ કરો તેમ તો કહેતા નથી. મોક્ષની પર્યાય કરી ધો! આપને અનંતવીર્ય પ્રગટ થયું છે એટલે આપ મોક્ષ તો તરત જ કરી શકો. અનંતવીર્યના ધણી ભગવાન કહે-તારી બુદ્ધિ બગડી ગઈ છે. તારા આત્માને તો તું કર્તા માની રહ્યો છો અને તારી આ કર્તબુદ્ધિને ઠેઠ અમારા સુધી પહોંચાડી. પર્યાય થવા યોગ્ય થાય છે તેમ તું જાણ! અમે પણ તેમ જાણીએ છીએ.
ભરતક્ષેત્રમાં તેરમાં તીર્થકર થશે ત્યારે અમારો મોક્ષ થશે તેમ જ્ઞાનમાં પહેલેથી જ આવી ગયું છે. કેવળજ્ઞાન થયું એટલે તો આવી જ ગયું, પણ ચોથા ગુણસ્થાનથી આવી ગયું છે. થવા યોગ્ય થાય છે તેની કાળે ફરતો નથી ને ભાવે ફરતો નથી. થવા યોગ્ય થાય છે તેમ પર્યાયને નિરપેક્ષથી જુએ છે તેને સમ્યકદર્શન થઈ જાય છે. પર્યાયને નિરપેક્ષ જોવા પહેલાં એક દષ્ટાંત આપે છે.
દ્રવ્ય છે તેને પર્યાયથી સહિત જોવું તે મિથ્યાત્વ છે, અને તેને પર્યાયથી રહિત જોવું તે સમ્યકત્વ છે. દ્રવ્યને ઉત્પાદુ વ્યયથી જોઈને, શ્રદ્ધામાં ભે કે-ઉત્પાદું વ્યયથી સહિત છે તેવો ભાવ આવે છે ત્યારે એનાથી મિથ્યાત્વ થાય નહીં પણ, મિથ્યાત્વનો કાળ હોય ત્યારે તેને આવો ઊંધો વિચાર આવે છે.
શું કહ્યું? એને મિથ્યાત્વ પ્રગટ થવાનો કાળ હોયને ત્યારે તેને ઉંધો વિચાર આવે છે કે દ્રવ્ય તો પર્યાયથી સહિત જ હોય ને!? નહીં તો નિશ્ચયાભાસ થઈ જશે, એકાંત થઈ જશે. માટે જે દ્રવ્યને પર્યાયથી સહિત જુએ છે તે મિથ્યાદષ્ટિ છે તે વ્યવહાર નથી. વ્યવહાર પહેલાં ન હોય; મિથ્યાત્વ આવે, મિથ્યાત્વ જાય, પછી નિશ્ચય આવે, નિશ્ચય આવ્યા પછી વ્યવહાર નિષેધ માટે આવે.
કહ્યું? ફરીને-દ્રવ્યને તું નવ તત્ત્વથી ભિન્ન જો. પર્યાયમાત્ર અભૂતાર્થ હોવાથી તે આત્માના સ્વભાવમાં નથી. પ્રમત્ત-અપ્રમત્ત આત્મામાં નથી. બંધ-મોક્ષ આત્મામાં નથી. એવાં નિરપેક્ષ દ્રવ્યને જુએ તો સમ્યક્દર્શન થાય. અહીંયા પર્યાયને નિરપેક્ષ જુએ તો સમ્યકદર્શન થાય તે નિયમથી લખ્યું. અપૂર્વ વાત છે. આ સીધી વાત છે, તારી કર્તબુદ્ધિ છોડાવવા માટે છે આ.
આત્મા અકર્તા છે અને માને છે કર્તા. કેમકે થવા યોગ્ય થાય તેને કોણ કરે? અને ન થાય તેને કોણ કરે? થાય તેને કોણ કરે? ન થાય તેને કોણ કરે? ભાવનામની શક્તિને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com