________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૬
૧૭૬
કારણે પર્યાય તેના સ્વકાળે થાય છે તારી કર્તબુદ્ધિ છોડી દે.
આ તેરમી ગાથામાં કહેવું છે-પર્યાયને તું નિરપેક્ષથી જો. પર્યાયને સાપેક્ષથી જોઈ છે. કાં પરથી પર્યાય થાય ને કાં તો સ્વથી પર્યાય થાય, પણ...પર્યાય પર્યાયથી જ થાય તે તેના લક્ષમાં જ આવતું નથી. કેટલી કર્તાબુદ્ધિ છે. હજુ તો બે પદાર્થોની એકતાબુદ્ધિ પડી છે.
થવા યોગ્ય થાય છે અને આત્મા નહીં કરે તો પુરુષાર્થ ઉડી જશે (તેમ અજ્ઞાનીને લાગે છે). અરે! થવા યોગ્યમાં પુરુષાર્થ ઉપડશે. હું કર્તા નથી તેનું નામ પુરુષાર્થ છે. હું કર્તા છું તેનું નામ પુરુષાર્થ નથી. અરે! પર્યાય થવા યોગ્ય થાય છે તેને જાણવું તેનું નામ પણ પુરુષાર્થ નથી. સાંભળ તો ખરો! પર્યાયથી ભિન્ન આત્માને જાણવો તે પુરૂષાર્થ છે. દ્રવ્યથી ભિન્ન પર્યાયને જોવી તે પુરુષાર્થ છે. દ્રવ્ય પર્યાય પરસ્પર નિરપેક્ષ છે. પરસ્પર નિરપેક્ષ છે તે નિશ્ચય છે. પરસ્પર સાપેક્ષ તે વ્યવહાર છે. એક સમાં બીજા સત્નો અભાવ છે. ત્રિકાળી સમાં પર્યાય સત્નો અભાવ છે. આ અસ્તિ-નાસ્તિ અનેકાંત છે.
.
આ મોક્ષની પર્યાય સ્વયં થાય છે. સોગાનીજીને મસ્તી હતી. ‘મેરે કો મોક્ષ કરના નહીં હૈ” આ વાક્ય તેઓ મોટા અવાજે બોલ્યા, બાજુમાં મુમુક્ષુનુ મકાન હતું-તેમણે સાંભળ્યું કેઃ ‘મોક્ષ કરના નહીં હૈ', તો શું સંસાર કરવા જેવો છે? સમજે નહીં કે આ શું કહેવા માગે છે. જો તેને રતીભાર પણ કર્તાબુદ્ધિ ગળી હોય તો તેને એમ લાગે કે-આ વાત કાંઈક સમજવા જેવી લાગે છે. એટલું તો બસ છે. કહે–મારે મોક્ષ કરવો નથી હું તો મોક્ષ સ્વરૂપ જ છું. મોક્ષ તો થવા યોગ્ય થઈ જશે. જ્ઞાનીની એક એક વાતમાં મર્મ હોય છે.
99 6
ટીકાઃ- “ આ જીવાદિ નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણ્યે સમ્યક્દર્શન જ છે. જાણ્યે ' તેમ કહ્યું-માને તેમ નથી કહ્યું. માનવાની વાત નથી એટલે પર્યાયમાં અહમ્ કરવાની વાત નથી. પર્યાયનું જેવું સ્વરૂપ છે એવું જાણતાં તેની કર્તાબુદ્ધિ છૂટી જાય છે. અકર્તા થઈ જાય છે તેમ નહીં; કર્તાબુદ્ધિ છૂટી જાય છે. જ્યાં કર્તાબુદ્ધિ છૂટી ગઈ ત્યાં જ્ઞાન પ્રગટ થઈ જાય છે. વિશેષ અપેક્ષાએ તે જ્ઞાતા થઈ જાય છે. “ નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણ્યે સમ્યક્દર્શન જ છે.” ‘જ’ લગાડીને સમ્યકએકાંત કર્યું. ‘જ' નો અર્થ કૌંસમાં કર્યો-‘એ નિયમ જ કહ્યો.' પ્રેમચંદજી કહે–સમ્યગ્દર્શન ‘જ’ છે. ‘ જ’ ઉ૫૨ વજન છે. એ ‘જ’ માંથી જયચંદજી પંડિતે શું કાઢયું ? ( એ નિયમ કહ્યો ); તેમ કૌંસમાં કહ્યું. ‘જ’ એક અક્ષરમાંથી ત્રણ શબ્દ કાઢયા.
ભૂતાર્થનયથી પર્યાયને જાણતાં પર્યાયની કર્તાબુદ્ધિ તેમજ જ્ઞાતાબુદ્ધિ છૂટી જાય છે. થવા યોગ્ય થાય છે ત્યાં તો સમ્યક્દર્શન થયું. એ સમ્યક્દર્શનનું લક્ષ આત્મા ઉપર છે તો ઉપચારથી કર્તા કહ્યો. અનુપચારે પર્યાયનો કર્તા પર્યાય છે. ઉપચારથી પર્યાયનો કર્તા આત્મા છે તેમ ઉપચારથી કથન કરવામાં આવે છે. ખરેખર ઉપચારથી પણ સમ્યક્દર્શનનો કર્તા નથી. કેમકે કર્તાકર્મપણું પર્યાયનું પર્યાયમાં છે મારામાં છે નહીં. મારા ઉપર શા માટે આરોપ આપો છો?
આહા...હા ! સમ્યક્દર્શનને તો મેં કર્યું નથી અને સમ્યક્દર્શન ને મેં જાણ્યું પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com