________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૭૭
હું તો મારા સામાન્યને જાણનારો છું. નવ તત્ત્વ પદ્રવ્ય છે તેનાથી જ્ઞાન પરાઙમુખ છે. સવિકલ્પદશામાં સાધક પર્યાયને લક્ષ પૂર્વક જાણતાં નથી. પર્યાય લક્ષ વગ૨ જણાય જાય છે. એક નિયમ છે કે–જેનાં ઉપર લક્ષ હોય તે જણાય. જેના ઉપર લક્ષ ન હોય તે ન જણાય. ઈન્દ્રિયજ્ઞાનનું લક્ષ ૫૨ ઉપ૨ છે તો તેને પ૨ જણાય છે. અતીન્દ્રિયજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે તો તેને આત્મા જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જણાય છે, પણ શેયાકા અવસ્થામાં જ્ઞાયક જ જણાય છે. જ્ઞાનનો વિષય ફરતો નથી. જ્ઞાનનો વિષય જ્ઞાયક થયો તે થયો. અહીંથી શરૂ થયું તે મોક્ષ સુધી તેમજ રહેશે. જ્ઞાનનો વિષય ફરે નહીં. મોક્ષ સુધી તેનો વિષય જ્ઞાયક રહે છે. અને જે જ્ઞાન વિષય બદલાવે તે આત્માનું જ્ઞાન નથી-તે ઈન્દ્રિયજ્ઞાન છે–તેનાથી આત્મા સર્વથા ભિન્ન છે.
હવે આ પચાસ વર્ષ પછી તો સૂક્ષ્મ જ વાત હોય ને? એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે તે જુદી વાત છે. અહીંયા તો આત્મા પર્યાયને કરતો નથી. આત્માથી પર્યાય થતી નથી. પર્યાય પર્યાયથી થાય છે. થવા યોગ્ય થાય છે એમ જાણે તો વીતરાગતા પ્રગટ થઈ જાય છે.
કા૨ણ કે તીર્થની (વ્યવહા૨ ધર્મની ) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહા૨ ) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ છે. ”
દ
י
વ્યવહારનયથી નવ તત્ત્વને જાણે છે ત્યારે તેને મિથ્યાત્વ પ્રગટ થાય છે, અને નિશ્ચયનયથી જાણે નવ તત્ત્વને ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વ્યવહારનયથી જાણે એટલે પર્યાયને સાપેક્ષ જોવે છે–કાં જીવથી થાય ને કાં અજીવથી થાય. કાં મારાથી થાય ને કાં કર્મથી થાય. અનંતકાળથી વ્યવહારનયથી નવ તત્ત્વને જાણ્યા. જીવ વસ્તુ નવ તત્ત્વ સ્વરૂપ પરિણમી છે તેમ માને છે તે મિથ્યાદષ્ટિ છે-કળશટીકામાં કહ્યું છે.
તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે શું ? કહે-નવ તત્ત્વને સાપેક્ષથી જોવું તેનું નામ વ્યવહારનય છે. અભ્યાસક્રમમાં પહેલાં એમ આવે. વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે-વિકલ્પની ભૂમિકામાં એક-એક ધર્મને જુદા-જુદા જાણે, એનાં લક્ષણ પણ જાણે, એના કાર્ય કારણ પણ જાણે. એમાં તેને થવા યોગ્ય થાય છે તેમ ન આવે. ૫૨થી થતું નથી માટે આત્મા જ એકલો કરે છે ને આત્મા જ એક્લો ભોગવે છે એનું નામ વ્યવહાર દષ્ટિ છે. એકલો કરે ને એકલો ભોગવે છે, એકલો જન્મે ને એકલો મરે, સમજ્યા! એમ પર્યાયની સાથે કર્તાકર્મનો સંબંધ રાખીને તે પર્યાયને આત્માથી સાપેક્ષ જુએ છે-અને આત્માને પર્યાયથી સાપેક્ષ જુએ છે. આત્માને પર્યાયથી સાપેક્ષ જુએ તો દ્રવ્ય ખોટું અને પર્યાયને દ્રવ્યથી સાપેક્ષ જુએ તો પર્યાય ખોટી-એટલે દષ્ટિ ખોટી છે.
આહાહા...દ્રવ્ય-પર્યાય પરસ્પર નિરપેક્ષ છે. દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી અને પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. પર્યાય અદ્ધરથી થાય છે. આત્માને આધારે પર્યાય થતી નથી. આહા...હા ! સત્ છે કે નહીં? સતને કોઈનો આધાર ન હોય. બીજાનો આધા૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com