________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮
પ્રવચન નં. ૧૬ કહો તો સત્ રહેતું નથી. સત્ તો સત રહેશે પણ તમારી દષ્ટિ વિપરીત થઈ જશે. આધાર માનશો તો પણ (પર્યાયને ) દ્રવ્ય આધાર આપશે નહીં અને પર્યાય આધાર લેશે નહીં. સત્ નહીં છૂટે.
કહ્યું? આત્માને આધારે પરિણામ થાય તેમ કોઈ માને તો આત્મા તેને આધાર આપે ? અને પર્યાય તેનો આધાર ત્યે !? વસ્તુ સ્વભાવ ફરતો નથી તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. ભરતભાઈ ! તે ભલે માને કે હું કરું છું; પર્યાય મારા આધારે થાય છે તેમ ભલે માને; પણ પર્યાય દ્રવ્યનો આધાર ત્યે નહીં અને દ્રવ્ય પર્યાયને આધાર આપે નહીં. બે સત્ અલગ-અલગ છે.
આહા...હા! અનંતકાળથી સાપેક્ષથી જોયું હવે નિરપેક્ષ જ. અરે ! સાપેક્ષના કથન તો ઢગલાબંધ છે. આવી ગાથા તો ક્યાંય કોઈ વખતે આવે.
કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે”, આ જીવ છે આ અજીવ છે અને તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી આત્માને પરિણામ સાથે કર્તા કર્મ સંબંધ છે પરિણામ સાથે કર્તાકર્મ સંબંધ અને પરની સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે-આ રીતે નવ તત્ત્વને વ્યવહારથી જોવા તે ખોટી વાત છે? ૧૦૦% ખોટી વાત છે. અને આ રીતે જ્યાં સુધી જોઈશ ત્યાં સુધી સમ્યક્દર્શન થવાનું નથી. શાસ્ત્રમાં તો આવે છે ને ! આ નિમિત્ત છે, આ નૈમિત્તિક છે. આત્મા તેનો કર્તા ભોક્તા છે. અરે, તે
વ્યવહારનયના સઘળાય કથન અભૂતાર્થ છે. વ્યવહારનયનું કથન સાચું લાગે છે તેનું નામ મિથ્યાદષ્ટિ છે. પ્રરૂપણા પણ વ્યવહારનયથી પ્રધાનતાથી કરે એટલે પર્યાય નિરપેક્ષ છે તે તેનાં ખ્યાલમાં આવે નહીં.
જેને દ્રવ્ય નિરપેક્ષ ખ્યાલમાં આવે તેને જ પર્યાય નિરપેક્ષ ખ્યાલમાં આવે-સમય એક છે. બેના નિરપેક્ષ ને જાણવાનો કાળ એક છે. વિચાર કોટીમાં જાણવામાં વાર લાગે. શું કહ્યું? દ્રવ્ય પર્યાયથી રહિત છે અને પર્યાય દ્રવ્યથી રહિત છે-આવું વસ્તુનું સ્વરૂપ છે-કોઈએ કર્યું નથી. ઉપરોક્ત પ્રકારે જાણવા લાગે, અને તેને ખ્યાલ આવવા લાગે ત્યારે તેની દષ્ટિ નિરપેક્ષ થઈ જાય છે. બન્ને પ્રકારે નિરપેક્ષ થાય છે.
આહા...હા! સમ્યફદર્શન થાય છે ત્યારે તેણે દ્રવ્યને તેમજ પર્યાયને બન્નેને નિરપેક્ષ જોયા. પર્યાયને હું કરું છું તેમ જાણવામાં આવ્યું નહીં, અને દ્રવ્ય પર્યાય સહિત છે તેમ નિશ્ચય જ્ઞાનમાં જાણવામાં આવ્યું નહીં. દ્રવ્ય પર્યાયથી રહિત છે તેથી દ્રવ્ય પર્યાયથી સહિત છે તેમ જાણવામાં આવ્યું નહીં. દ્રવ્ય પર્યાયથી રહિત છે તેથી દ્રવ્ય પર્યાયનો કર્તા નથી, ને પર્યાય દ્રવ્યથી રહિત છે માટે પર્યાયનો કોઈ કર્તા હોઈ શકે નહીં તેમ જાણતાં તેને અનુભવ થાય છે–સમ્યક્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. કર્તા બુદ્ધિ છૂટી જાય છે. કર્તા બુદ્ધિ છૂટવાનો એનો કાળ છે ત્યારે એની વિચાર કોટી સત્ય આવી જાય છે-તે નિરપેક્ષથી જોવા માંડે છે.
હવે સાપેક્ષની વાત કોઈ કરે ને તો તે મૌન રહે છે. કારણ કે કેટલાનો નિષેધ કરવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com