________________
- ૧૭૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ નિમિત્ત થશે. એક પર્યાયને સાપેક્ષથી જોતાં નવે પર્યાયને તેણે સાપેક્ષતાથી જોઈ, સાપેક્ષ દૃષ્ટિ તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાત્વ થાય છે તેના અકાળે તેમાં નવ તત્ત્વ નિમિત્ત પડી જાય છે. એ નવ તત્ત્વો મિથ્યાત્વમાં ક્યારે નિમિત્ત કહેવાય!? કહે-પર્યાયને સાપેક્ષ જો તો !!
હવે (૨) એ પર્યાયને તું નિરપેક્ષ જો. કે-પર્યાય સ્વયંસિદ્ધ છે. તે પોતાના કાળે, પોતાના ભાવે, પોતાના કારણે થાય છે. તેમાં કાળે ફરે નહીં અને ભાવ પણ ફરે નહીં. સ્વયં સિદ્ધ પર્યાય છે તે તેના જન્મક્ષણે પ્રગટ થાય છે. એ એની જન્મક્ષણ છે. એના પકારકક્રિયાના કારક એનામાં છે. તેથી એના સ્વકાળે પર્યાય પ્રગટ થાય છે.
પર્યાયનો સ્વકાળ ન માનવામાં આવે તો અથવા જે પર્યાયના અકાળને માનતો નથી અને પર્યાય આત્માથી થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને માનતો નથી. કેમકે તેવી પર્યાયનો સ્વકાળ હોય તો જ કેવળીએ જાણ્યું કે આટલા કાળ પછી આ જીવનો મોક્ષ થશે. એમ કેવળજ્ઞાનમાં નોંધ છે. નહીંતર તો કેવળજ્ઞાન ખોટું ઠરે પર્યાય સ્વયંથી ન થતી હોય તો પર્યાય સંયોગથી ફરી જાય અને કાં આત્માથી ફરે. પર્યાયને ફેરવવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ઉત્પન્ન કરવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ટાળવી તે પુરુષાર્થ નથી. પર્યાય થવા યોગ્ય થાય છે તેમ જાણવું તેમાં અનંતો પુરુષાર્થ છે. થવાયોગ્ય થાય છે તે–મહાસિદ્ધાંત છે.
સર્વશે જેમ જોયું તેમ અહીંયા જ્ઞાનમાં આવી જાય છે. સર્વજ્ઞના જ્ઞાનમાં અને અંતર્મુખજ્ઞાનમાં કાંઈ ફેર નથી. શું કહ્યું? સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા છે. ભૂત-ભવિષ્યને વર્તમાનની જે સમયે જે પર્યાય થવાની છે તે થાય છે–તેમ અત્યારે વર્તમાનવત્ જણાય જાય છે. તેથી તેને ભવિષ્યવેત્તા કહેવામાં આવે છે. આટલા કાળ પછી જ આ જીવનો મોક્ષ થશે પછી તે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ સર્વજ્ઞની વાણીમાં આવ્યું તેમ જ થાય.
સર્વજ્ઞ ભગવાન કહે કે-આ જીવ તીર્થકર થશે અને ચોથાભવે મોક્ષ જશે. તો પેલો કહેં–નહીં, હું આજે જ મોક્ષ કરી દઉં ચોથોકાળ છે, મહાવિદેહક્ષેત્ર છે અને પુરુષાર્થ કરીને વહેલો મોક્ષે જાઉં. આહા..હા! કરવું તે પુરુષાર્થ નથી. અરે! એક અપેક્ષાએ તો પર્યાયને લક્ષપૂર્વક જાણવું તે પણ પુરુષાર્થ નથી–અજ્ઞાન છે.
પર્યાયનાં લક્ષે પર્યાયનું જ્ઞાન ન થાય કેમકે પર્યાયમાં જ્ઞાન નથી તો તેને જાણનારને જ્ઞાન પ્રગટ ન થાય. ઈન્દ્રિયજ્ઞાન તેનું લક્ષ કરીને ભલે જાણે. રાગ મારા કર્તાનું કર્મ તો નથી પણ રાગ મારા જ્ઞાનનું જ્ઞય પણ નથી. એ તો દૂર રહો..પણ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્વિકારી અકષાયી પરિણામ પ્રગટ થાય તે કર્તાનું કર્મ નથી ને જ્ઞાનનું ઝેય પણ નથી. કેમકે તે મારા જ્ઞાનનું ય ક્યારે થાય કે-હું તેનું લક્ષ કરું તો? હું તેનું લક્ષ કરતો નથી. લક્ષ દ્રવ્ય ઉપર પડયું છે તે ફરતું નથી. આહા...હા ! એટલે જ્ઞાન સ્વપ્રકાશક જ છે પરપ્રકાશક છે નહીં. સાધ્યની સિદ્ધિ સ્વપ્રકાશકમાં છે, પરપ્રકાશકમાં સાધ્યની સિદ્ધિ થતી નથી. પૂ. ગુરુદેવશ્રીનું વાક્ય છે- “ભગવાન તું પરને જાણતો જ નથી.” આ ઈન્દ્રિયજ્ઞાન...જ્ઞાન...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com