________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
પ્રવચન નં. ૧૬
પ્રવચન નં - ૧૬
તા. ૩-૯-૯૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો જીવનામનો પ્રથમ અધિકાર છે. તેની ૧૩ નંબરની ગાથા ચાલે છે. આ અધિકાર શુદ્ધાત્માનું ખરું સ્વરૂપ બતાવનારો છે.
આ ગાથામાં આચાર્ય ભગવાને ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન એમ કહ્યું. અભૂતાર્થનયથી-વ્યવહારનયથી નવ તત્ત્વને જાણે તો મિથ્યાદષ્ટિ રહી જાય છે. ભૂતાર્થનાથી નવ તત્ત્વને જાણે તો સમ્યક્દષ્ટિ થઈ જાય છે. મિથ્યાદષ્ટિ રહી જાય છે તેમ કેમ કહ્યું? કે-અનંતકાળથી મિથ્યાદષ્ટિ તો છે. હજુ પણ વ્યવહારનયથી જોયા કરે તો તેને સમ્યકદર્શન નહીં થાય. આ કોઈ અપૂર્વ દિવ્ય દષ્ટિ છે.
પર્યાય એક છે તેને જોવાની દૃષ્ટિ બે પ્રકારે છે. એક વ્યવહાર દષ્ટિ અને એક નિશ્ચય દિષ્ટિ. અનંતકાળથી તે પર્યાયને વ્યવહારનયથી તો જોતો આવ્યો છે કે-પરિણામનો કર્તા આત્મા છે અને તેમાં નિમિત્તકર્તા પરદ્રવ્ય છે.
જો સાંખ્યમતી–અન્યમતી હોય તો કર્મથી રાગ થાય છે તેમ માને. કાં પરિણામને પોતાથી થાય તેમ માને, કાં પરથી થાય તેનું નામ વ્યવહારદષ્ટિ કહેવાય છે. તે દૃષ્ટિથી જીવને મિથ્યાત્વનો દોષ આવી જાય છે. કેમકે અહીંયા પર્યાય સ-અહેતુક છે-અકારણીય છે. પર્યાયને પોતાનું (આત્માનું) કારણપણું નથી. આત્મા પણ કારણ નથી અને પર પણ કારણ નથી. પછી તે મિથ્યાત્વ હો, સમ્યક્દર્શન હો, કે વીતરાગી પર્યાય હો, કે રાગની પર્યાય હો, અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય હો કે, ઈન્દ્રિયજ્ઞાનની પર્યાય હો. પરિણામ માત્રને તું સ્વની કે પરની અપેક્ષા લીધા વિના નિશ્ચયનયથી જો.
પરિણામ થવા યોગ્ય થાય છે તેમ જો ! મારાથી થાય છે તેમ હવે ન જો! અત્યાર સુધી જોયું કે પરિણામ મારાથી થાય. હવે હું તો અકર્તા છું તેથી મારાથી ન થાય પણ પરથી થાય. પરિણામ સ્વથી કે પરથી થતા નથી. મિથ્યાત્વનો પર્યાય આત્માથી થતો નથી અને તે પર્યાય દર્શનમોહથી પણ થતો નથી. આત્મા મિથ્યાત્વનો કર્તા નથી ને આત્મા એનું નિમિત્ત નથી. તેમ દર્શનમોહથી મિથ્યાત્વ ન થાય, પણ મિથ્યાત્વ થાય તેમાં દર્શનમોહ નિમિત્ત પણ નથી.
કહ્યું!? આ એક દિવ્યદૃષ્ટિ છે-જે ઓમકાર ધ્વનિમાં આવ્યું છે ને તે છે. “થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે” આ તેરમી ગાથા ત્યાંથી આવીને લખવામાં આવી છે. તેરમી ગાથાનું રહસ્ય છે કે થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. આ..હા...હા ! અદ્દભૂત ગાથા છે.
પર્યાય એક જ રાખવી. પર્યાયને બદલવી નહીં. નવ તત્ત્વમાંથી કોઈ પણ પર્યાય લ્યો ! બંધની પર્યાય લ્યો કે મોક્ષની પર્યાય લ્યો, કાંઈ વાંધો નહીં પર્યાય એક લ્યો તેને બે દષ્ટિકોણથી જોવાની દૃષ્ટિ છે. (૧) તેને વ્યવહારથી જોઈશ તો તે નવ તત્ત્વો મિથ્યાત્વમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com