________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૯
પડી ગયો હોય પછી...૨મણીકલાલ! આ તો રમણીકલાલનું નામ (બાકી બધાને લાગુ પડે છે.) જગદીશ ! જેને દુઃખ ન લાગે તેનું નામ લેવાય. જે સત્તા પ્રિય જીવ હોય તેનું નામ પણ ન લેવાય-નવીનભાઈ !
નવ તત્ત્વમાં આસ્રવ અને બંધ બે તત્ત્વને જુદા પાડયા છે. આમાં (શાસ્ત્રમાં) લખેલું છે કે નહીં? આસ્રવ જુદું અને બંધતત્ત્વ જુદું, તો તેમાં હેતુ છે. તેરમે ગુણસ્થાને આસ્રવ પણ બંધ નથી. જ્યારે ચોથે ગુણસ્થાને અવ્રત-કષાય અને યોગ તેમ ત્રણ પ્રકારનો આસ્રવ છે. ત્રણ પ્રકારના આસ્રવ છે કે નહીં? જીયાલાલજી! તો પણ..( ચોથે ) બંધ નથી.
આ તેરમી ગાથા ચાલે છે-નવ તત્ત્વનું સ્વરૂપ છે. એવો વિચાર આવે છે કે-જગતના બધા જીવો આ તત્ત્વ સમજે. તેરમી ગાથા અપૂર્વ છે. આસ્રવને નિરપેક્ષથી જુએ તો બંધ જ
નહીં થાય. પ્રકાશ! છે ને? આસ્રવને નિરપેક્ષથી જોશે તો બંધ નહીં થાય સંવર જ થશે. તે પણ થવા યોગ્ય થાય છે–મેં કર્યો છે એમ નથી.
‘મોક્ષ ’ – મોક્ષની પર્યાયને નિરપેક્ષ-થવાયોગ્ય જો. ઘાતિ કર્મનો અભાવ થયો માટે કેવળજ્ઞાન થયું તેમ ન જો. કર્મનો અભાવ થયો માટે મોક્ષ થયો તેમ ન જો. તે પર્યાય આત્માનું પૂર્ણ અવલંબન લીધું માટે મોક્ષ થયો તેમ પણ ન જો. મોક્ષ થવા યોગ્ય તેના સ્વકાળે થાય છે, ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર હોય છે, તો આત્માના આશ્રયે મોક્ષ થયો તેમ સાપેક્ષતાથી કહેવામાં આવે છે. પણ સાપેક્ષની દૃષ્ટિ રાખીશ નહીં. પ્રથમ નિરપેક્ષથી શ્રદ્ધામાં લઈને સાપેક્ષથી જોઈશ તો મિથ્યાત્વનો દોષ નહીં લાગે...પણ...સાપેક્ષના કથનને તું નિશ્ચયનું કથન માનીશ તો તને દોષ લાગી જશે.
ઓહો ! વખત થઈ ગયો...પાંચ મિનિટ આગળ થઈ ગઈ. આમાં કાંઈ ખબર ન પડે. શાસ્ત્રમાં આવે છે કે–દેવો તેત્રીસ સાગરોપમ સુધી ચર્ચા કરે છે. અહીંના અગિયાર અંગના ધારક મુનિરાજ, ત્યાં ગયા હોય. ત્યાં એકાવત્તારી પુરુષ જ જાય. ત્યાંથી નીકળીને પછી બધાનો મોક્ષ જ થાય. તેત્રીસ સાગરોપમ ચર્ચા કરે છે...અને આયુષ્ય પૂરુ થયું અને ચર્ચા અધુરી રહી ગઈ ! હૈં? તમે તેત્રીસ સાગરોપમ સુધી ચર્ચા કરી છતાં ચર્ચા અધુરી?! હા, અધુરી આ ચર્ચા તો સમુદ્રમાં બિંદુ છે. આત્મા તો અનંતગુણનો સાગર છે.
હિન્દીભાષી ભાઈઓ તો પ્રેમથી એમ કહે છે-તમે આખો દિવસ ચર્ચા કરો છો તેથી તમે બધા સર્વાર્થ સિદ્ધિમાં જવાના. તમારે તો આખો દિવસ ચર્ચા....ચર્ચાને ચર્ચા. તમારી પાસે બીજું કાંઈ કામ નથી. આત્માની જ ચર્ચા-તેથી એમ લાગે છે કે તમે બધા સર્વાર્થસિદ્ધિમાં જશો. સોનગઢવાળા બધા-મોક્ષની મંડળી છે.
ગુરુદેવના શબ્દો છે—આ બધી મોક્ષની મંડળી છે. તમે બધા ભગવાન છો અને ભગવાન થાવ. એવાં આશીર્વાદ આપણને આપતા હતા. તેમને બહુ પ્રમોદ આવતો હતો. તેમના જ્ઞાનમાં આવી ગયું કે વર્તમાનમાં ઘણાં જીવો નિકટભવી છે. આહાહા. ૧૩ મી ગાથા અદભૂત છે ચમત્કારિક ગાથા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com