________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
પ્રવચન નં. ૧ ઉત્તર: આસ્રવમાં એકત્વ નથી આમ્રવનો સ્વામી નથી-કર્તા નથી કે તો થાય તો છે.. તો કોનાથી? કે એક તો એનાથી થાય છે એમાં નિમિત્ત કારણ કોણ કે નિમિત્ત જૂના કર્મ છે બસ. હું તો એનો સાક્ષી છું–જૂનાં કર્મનો પણ સાક્ષી ને આસ્રવ થાય એનો પણ સાક્ષી છું જ્ઞાતા છું આહા..હા !
એને એમ થાય કે આસ્રવ તો..નવાં કર્મમાં-બંધમાં નિમિત્ત થાય, બાંધવામાં નિમિત્ત થાય એની નજર કર્મ ઉપર ગઈ...એણે તો જૂનાં (કર્મની) હારે ય નિમિત્ત-નૈમિત્તિક રાખ્યું અને નવાં (કર્મની) હારે ય નિમિત્ત-નૈમિત્તિક રાખ્યું તો એને પરંપરા ચાલુ રહે છે અને (સમ્યક્દષ્ટિને તો) પરંપરા તૂટી ગઈ છે. સમ્યકષ્ટિને સમ્યકદર્શન થયા પછી જ્ઞાની, ભૂતાર્થનયથી નવને જાણે છે એ વાત ચાલે છે.
શ્રોતા: ભૂતાર્થનથી જાણે પછી નવાં કર્મનો પ્રશ્ન રહેતો જ નથી.
ઉત્તર: રહેતો જ નથી. એ આસ્રવ જે ઉત્પન્ન થઈને વ્યય થાય છે તે નવાનું કારણ થયાં વિનાં અભાવ થાય છે. નવાનું કારણ થયા વિના એ પર્યાયનો વ્યય થઈ જાય છે.
શ્રોતા: એકદમ સહી બાત હૈ.
ઉત્તર: જૂનાનું કાર્ય છે, પણ નવાનું કારણ થતું નથી. રાગ છે તે જૂનાનું કાર્ય તો થયું પણ નવાનું કારણ નથી. સંવર-નિર્જરા ને મોક્ષ તો નવાં (કર્મનું) કારણ નથી, પણ આપણ નવાનું કારણ નથી. (જો એમ ન હોય તો) સંસારની શૃંખલા ચાલુ જ રહે તો તો પછી સંસારનો અભાવ ક્યાંથી થાય?
શ્રોતા. એટલા માટે તો સમયસારમાં આ નવ તત્ત્વોનો ક્રમ છે ને એમાં આસ્રવ પછી બંધ નહીં પણ સંવર લીધો છે.
ઉત્તરઃ સંવર લીધો છે. શ્રોતા કેમ કે આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય.
ઉત્તર: હા, હા સંવર જ થાય, બંધ હવે ન થાય. બંધ ક્યાંથી થાય? આસ્રવ પછી બંધ ન આવે...આસ્રવ પછી બંધ આવે એ તો અજ્ઞાનીને લાગૂ પડ...આસ્રવ પછી સંવર આવે એ જ્ઞાનીને લાગૂ પડે, તો પછી આસ્રવ બંધનું કારણ ન થયું.
શ્રોતાઃ એ ક્રમ બરાબર છે.
ઉત્તર: એ પ્રમાણે જ દમ લીધો છે ને! “તત્ત્વાર્થસૂત્ર' માં આસ્રવપૂર્વક બંધ છે અને આંહીયાં આસ્રવના અભાવપૂર્વક સંવર થાય..જુઓ, આમ્રવનો તો સમયે-સમયે ઉત્પાદ થાય છે પણ એનો અભાવ થઈ જાય છે. જેટલો આસવનો અભાવ થાય છે એટલો સંવર થાય છે આહાહા! આસ્રવ રોકાય છે અંશે...ચાલીશ ડીગ્રીનો આસ્રવ હોય ઈ બીજા સમયે ઓગણચાલીશ ડીગ્રીનો આસ્રવ હોય, એટલે એક ડીગ્રી સંવરની વધી (આ પ્રોસેસ છે!) ગજબની વાત છે.
આસ્રવ કરનાર લખ્યું છે-કર્મનો કરનાર એમ નથી લખ્યું, આસવનો કરનાર કોણ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com