________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
આત્મજ્યોતિ એમ લખ્યું છે નવાં કર્મ થાય એ તો આસ્રવને કરે નહીં, કેમ કે નવા તો બંધાય ને હજુ ઉદયમાં ય આવ્યાં નથી તો તે કરે ક્યાંથી ? તો કરે છે કોણ? જૂનાં. એટલે એમાં પણ એ ન્યાય આવ્યો કે જૂનાં કર્મ કરે છે એમ મારું કહેવાનું આ છે. એમાં ઈ ક્રમ આવ્યો કે નવાં (કર્મ) નું કારણ નથી...જૂનાનું છે કાર્ય છે. કરનાર લખ્યું છે ને? આસ્રવ થવાયોગ્ય અને આસ્રવ કરનાર...‘કરનાર' લખ્યું છે.
નવાં કર્મ એ કાર્ય ને એનો કરનાર આસ્રવ તેમ લખ્યું નથી આસ્રવ થયા યોગ્ય અને કરનાર ભગવાન આત્મા એનો કરનાર નથી. તો અશુદ્ધ ઉપાદાન છે-ક્ષણિકઉપાદાન છેસ્વાંગ છે તો એનો કોઈ નિમિત્ત કારણ જોઈએ, કે.નિરપેક્ષથી તો આસવ, આસ્રવથી થાય છે ક્ષણિક ઉપાદાન એ ભૂતાર્થનય, નિરપેક્ષ-નિશ્ચયથી, એની હારે વ્યવહારનું જ્ઞાન? કે-હા, જૂના કર્મના ઉદયથી થાય છે નવાં કર્મ બંધનું કારણ હવે નથી.-આસવના અભાવપૂર્વક સંવર થાય છે. આસ્રવપૂર્વક બંધ નથી થતો. (શ્રોતા ) ભૂતાર્થનયસ જાના ને આસ્રવકો....(ઉત્તર) હા, પરંપરા તૂટી ગઈ. (શ્રોતા ) તૂટ ગઈ. (ઉત્તર) સંસારની આખી પરંપરા તૂટી ગઈ. (ઓહોહો !)
સમયસાર તો સમયસાર છે! જેટલી વખત સ્વાધ્યાય કરો એટલી વખત નવું નવું ( રહસ્ય નીકળ્યા જ કરે !) તો-પણ ખૂટે નહીં ભંડાર (અખૂટ રહસ્યો ભર્યા છે!) “હું ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો...બ્રહ્માંડના ભર્યા ...એ આસ્રવની વાત થઈ લ્યો!
સંવરરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંવારક)', સંવરનો કરનાર બીજો છે આત્મા નથી એમ. સંવર કરનાર કોણ છે, સંવર તો થાય છે. સંવર થાય છે એ ભૂતાર્થનયે પર્યાયનું કારણ પર્યાય છે. પણ એનું નિમિત્ત કારણ કોણ છે આત્મા છે કે આત્મા નથીસમ્યકદર્શન થાય તે આત્માથી થાય? કે ન થાય, એમ સમ્યકદર્શનની પર્યાય પરિણામશક્તિથી થાય છે...એમ જ્ઞાન જાણે છે. કેમકે ભૂતાર્થનએ સત્ છે એ પર્યાય..અને એનો કરનાર (નિમિત્ત) કોણ? કે કર્મનો અનુદય તે સંવરનું નિમિત્ત કારણ છે. જૂના કર્મનો અનુદય, ઓમાં (નિર્જરામાં) જૂનાં કર્મનું ખરવું આવશે.
આંહી (સંવરમાં) જૂનાં કર્મનો અનુદય, ઓમાં જૂનાં કર્મનું ખરવું આવશે, નિર્જરામાં એમ. આ કરનાર, કરનાર એટલે જૂનાં કર્મનો અનુદય, એ વખતે (સંવર વખતે ) પ્રતિબંધ કારણનો અભાવ હોય...સંવર હોય ને એ વખતે..જેમ સમ્યકદર્શન થાય ત્યારે દર્શનમોહનો અનુદય હોય તો એને સ્વભાવ નિમિત્ત કહેવાય..સ્વભાવને પણ નિમિત્ત પણે કહેવાયઅનુદયને પણ નિમિત્ત કહેવાય. પ્રતિબંધ કારણનો અભાવ, એને નિમિત્ત કહેવાય.
પવનનું વાવું..સમુદ્રનું મોજું ઊડે ત્યારે પવન હોય છે, એ પવનનું વાવું સમુદ્રનાં મોજાંને નિમિત્ત કારણ કહેવાય. હવે એ મોજું શાંત થઈ ગયું....મોજું તો રહ્યું નહીં, તો એમાં નિમિત્ત કારણ કોણ? પવનનું ન વાવું ( અર્થાત્ ) પ્રતિબંધ કારણનો અભાવ..તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com