________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨
પ્રવચન નં. ૨૪ વખતે પણ અનેકરૂપે અનેકપર્યાયરૂપે પણ છે. આહાહા! યોગ, વેદ, કષાય ઘણાં પ્રકારનાં ભાવો એક જ સમયે જીવની પર્યાયમાં પ્રગટ થાય છે. કહે છે, “એટલે શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે.”
તે જ કહે છે-અમર્યાદ કાળથી”, ભૂતકાળની કોઈ મર્યાદા નથી, અમર્યાદ કાળથી અમર્યાદ એટલે અનાદિ કાળથી..“જો વિભાવરૂપ રાગાદિ પરિણામ-પર્યાયમાત્ર વિચારવામાં આવે...તો જ્ઞાનવસ્તુ પૂર્વોક્ત જીવાદિ નવ તસ્વરૂપે આચ્છાદિત છે.” –સ્વભાવ ઉપરથી દષ્ટિ છોડી...એકસમયની પર્યાય પ્રગટ થાય છે રાગની, એનાં પર દષ્ટિ દઈને...જો જોવામાં આવે તો આત્મા...નવ તત્ત્વરૂપે પરિણમે છે એ વાત સાચી છે. પર્યાયદષ્ટિએ પર્યાયનું અસ્તિત્વ છે. અને પર્યાયના લક્ષ, પર્યાય છે એમ જણાય છે. પણ જો..એ લક્ષ ફરે....અને દ્રવ્યનું (આત્મદ્રવ્યનું) લક્ષ કરે, તો નવ તત્ત્વો હોવા છતાં એ નવ તત્ત્વો દેખાતા નથી. લક્ષ, એક ઉપર હોય, લક્ષ બે ઉપર ન રહી શકે, પર્યાય ઉપર લક્ષ રાખે ને દ્રવ્ય ઉપર (પણ) લક્ષ આવી જાય, અને દ્રવ્ય ઉપર લક્ષ આવે ત્યારે પર્યાયનું પણ લક્ષ હોય, એમ ત્રણકાળેય બનતું નથી. –પ્રતિભાસ બેનો ને લક્ષ એકનું (જ) હોય છે. ભલે પછી તે પરમાત્મા હોય, સાધક હોય કે નિગોદનો જીવ હોય (બધાંયને) પ્રતિભાસ બેનો છે આહા ! પણ લક્ષ, એકનું જ હોય છે. લક્ષ બેયનું કોઈપણ જીવન હોતું નથી. આહાહા !
આ સ્વ-પર પ્રકાશકની ગૂંચ એવી છે કે જાણે જ્ઞાન, બેયને જાણે છે, બેયને જાણી શકે નહીં.એકને જાણે ને બીજાનો પ્રતિભાસ રહી જાય અંદરમાં (જ્ઞાનપર્યાયમાં ), કેવળી ભગવાન પોતાના આત્માને જાણે (-આત્મજ્ઞ છે.) લક્ષપૂર્વક, અને લોકાલોક એમાં જણાય જાય, પણ એમાં લક્ષ છે નહીં. આહા ! જણાયા વગર રહે નહીં ને લક્ષ થાય નહીં..બોલો ! (કવું અલૌકિક !) આ એવી વસ્તુ છે.
દર્પણની સામે ઊભા હોય, મોટું (મુખ) એનો એમાં (દર્પણમાં) દેખાતું હોય પ્રતિભાસ, મોટું દેખાય છે એમ એને ભાસ્યું, પછી કહે (વિચારે કે) ગુરુદેવે કહ્યું છે કે (દર્પણમાં) તારું મોઢું દેખાતું નથી-અરીસાની સ્વચ્છતા તને દેખાય છે-ને થોડો આગળ જા તો અરીસો દેખાય છે, દળ...તો એણે કર્યો પ્રયોગમોઢું હુઠાવ્યું નહીં, મોઢાનો ત્યાં પ્રતિભાસ થયો છે તે મોટું એણે ફેરવ્યુંય નહીં, પ્રતિભાસ નેય કાંઈ કર્યું નહીં એણે અને મોટું ને મોઢાંનો પ્રતિભાસ બેય ગૌણ થઈ ગયા ને અરીસો જણાય ગયો તેને એ વખતે પ્રતિભાસ નડતો નથી. લક્ષ, નડે છે. -જ્યાં સુધી મોઢા ઉપર લક્ષ છે અને મોટું જ જણાય છે, દર્પણ જણાતું નથી. આહા...હા !
એક વાર મંદિરમાં દર્શન કરવા જાય તે બધાં ચાલ્લો કરે ને (ચંદનને), તે (દર્શન કરી-કરીને) એક એક નીકળતા ગયા, કે તમને અરીસામાં શું દેખાણું? કહે કે મારું મોટું, કોઈ કહે મારું કપાળ. જે દેખાણું હોય ઈ કહે, એમ કરતાં-કરતાં બધાય નાપાસ..(રહી-રહીને) એક નીકળ્યા ભાઈ, કે હું તો અરીસાને જોતો તો (દર્પણ દેખતો 'તો) (અરીસામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com