________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૫
આત્મજ્યોતિ ભોક્તા ધર્મને પણ આત્મા જાણે છે કર્તા ધર્મ અને ભોક્તા ધર્મ છે પણ તે પર્યાયના ધર્મો છે. દ્રવ્યનો સ્વભાવ કર્તા-ભોક્તાપણું નથી તે તો જ્ઞાતા છે પ્રભુ!
જીવાદિ નવ તત્ત્વોને ભૂતાર્થનાથી જાણેલ” એટલે અંતર્મુખ થઈને એક વખત જ્ઞાયકને જાણ કે-હું જ્ઞાયક છું. પરિણામ જે થાય છે તે સ્વયંથી થાય છે, મારાથી થતા નથી. એક વખત અનુભવ પહેલાં જ્ઞાતાના પક્ષમાં તો આવી જા ! વ્યવહારનો પક્ષ તો જીવને અનાદિકાળથી છે તેમ પંડિતજી ભાવાર્થમાં લખી ગયા છે.
અનાદિકાળથી જીવને વ્યવહારનો પક્ષ તો છે. વ્યવહારનો પક્ષ હજુ કેમ રહી જાય છે? તે નિશ્ચયનયનો નિષેધ કરે છે એટલે નિશ્ચયના નિષેધ વિના વ્યવહારનો પક્ષ ઉભો થતો નથી. તેને ખબર નથી પડતી કે હું નિશ્ચયનયનો નિષેધ કરું છું. પણ જ્યાં નિશ્ચયની વાત આવે ત્યાં...આ...તો નિશ્ચયની વાત છે. આહાહા ! તેજ તારો નિષેધ કર્યો. સત્યનો નિષેધ કર્યો છે માટે સંસારમાં રખડે છે. તેને અસત્યનો આગ્રહ થઈ ગયો છે. આહા...હા ! નિશ્ચયનયનો નિષેધ કરે છે એટલે કે તે સ્વભાવનો નિષેધ કરે છે. તેને સનો આગ્રહ આવતો નથી અને અસતનો આગ્રહ છૂટતો નથી.
શું પર્યાય એકલી અદ્ધરથી આમ થાતી હશે!? શાસ્ત્રમાં તો ઠેક-ઠેકાણે આવે છે-અમે વાંચ્યું છે કે, પર્યાય દ્રવ્યને આધારે છે. દ્રવ્ય અને પર્યાયનો આધાર-આધેય સંબંધ છે, કર્તાકર્મ સંબંધ છે. વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. એ બધું છે તેની ના નથી, પણ આ કઈ નયનું કથન છે, પ્રયોજન કેટલું લિમીટેડ છે, અને શું સિદ્ધ કરવું છે, તે સમજવું જોઈએ. વાક્યમાં કઈ નયનું કથન છે, અને શું અહીં પ્રયોજન સિદ્ધ કરવું છે! બસ, એટલી વાતને સમજે તો તેને જિનાગમનો સાર ખ્યાલમાં આવી જાય. પછી તે જ્ઞાતા રહે પણ કર્તા બુદ્ધિ થતી નથી.
શાસ્ત્રમાં તો પાર વગરની વાત આવે. પરથી જુદા પાડવા માટે, પ્રમાણમાં લાવવા માટે-કર્તાકર્મ એક દ્રવ્યમાં છે. બે દ્રવ્યની પર્યાયો વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આવા વ્યવહારના અનેક કથન આવે. પણ પર્યાયથી નિરપેક્ષ ભગવાન આત્મા છે, પ્રમત્ત-અપ્રમત્તથી રહિત જ્ઞાયકભાવ ભગવાન આત્મા છે-તે એને લક્ષમાં આવતું નથી. છઠ્ઠી ગાથા તેને લક્ષમાં આવતી નથી.
આહા...હા! ભગવાન આત્મા-જ્ઞાયક પરમાત્મા છે તે પરિણામ માત્રથી ભિન્ન છે. બંધ-મોક્ષથી રહિત છે. તો એમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે જો પરિણામ માત્રથી ભિન્ન છે, તો તેમાં મિથ્યા એકાંત તો નહીં થતું હોય ને? તેમાં અનેકાન્ત તો રહ્યું નહીં. અનેકાન્ત એટલે શું? અનેકાન્ત તો અમૃત છે. અનેકાન્ત ત્રણ પ્રકારના છે.
(૧) અનેકાન્ત એવું છે કે સ્વ ચતુષ્ટયમાં પર ચતુષ્ટયની નાસ્તિ છે. દ્રવ્ય-ગુણપર્યાય તે આખો પદાર્થ છે. ઉત્પાદું વ્યયને ધ્રુવ તેવો અહીંયા પદાર્થ લેવો છે. તેમાં બીજા છે દ્રવ્યની નાસ્તિ છે એવી પદાર્થની અસ્તિ છે. આવા પદાર્થને પ્રમાણજ્ઞાનનો વિષય કહેવામાં આવે છે. આ પહેલું અનેકાન્ત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com