________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
પ્રવચન નં. ૨૬
(૨) બીજું અનેકાન્ત જે છે તેમાં, દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. જ્ઞાયકભાવમાં પ્રમત્તઅપ્રમત્તની નાસ્તિ છે. જે જેમાં ન હોય તેને કરે ને ભોગવે તેમ કેમ બને પ્રભુ! આહા! જ્યાં દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે એવી મારી અસ્તિ છે; તો જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં અનુભવ થાય છે. અનુભવના કાળમાં તે આત્મા અનુભૂતિથી સહિત છે-તેવું જ્ઞાન થાય છે. રહિતનું શ્રદ્ધાન ને સહિતનું જ્ઞાન થાય છે.
(૩) આ ત્રીજા પ્રકારનું અનેકાન્ત છે તે-અનંતા અનંત ધર્મોને જ્ઞાન એક સમયમાં જાણી લ્ય છે. બે પ્રકારના અનેકાન્ત પછી આ ત્રીજા પ્રકારનું પ્રમાણરૂપ અનેકાન્ત પ્રગટ થાય છે. આ અનેકાન્ત ભેદજ્ઞાન પરક છે.
ભેદજ્ઞાનથી અનુભવ થતાં, અનુભવના કાળમાં એક જ સમયમાં શ્રુતજ્ઞાન આત્માને જાણે છે, અનંતગુણને જાણે છે, અનંત પર્યાયને જાણે છે, અને અનંત અપેક્ષિત ધર્મને પણ જાણે છે. જેટલું કેવળી જાણે તેટલું એક સમયમાં હરણિયું ને દેડકું જાણે છે. અનુભવના કાળમાં જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. એટલે સમ્યક એકાન્તપૂર્વક સમ્યક અનેકાન્ત થાય.. થાયને થાય જ છે. એકલું એકાન્ત રહેતું નથી અને એકાન્ત પ્રગટ થયા સિવાય અનેકાન્ત પ્રમાણ થતું નથી. “અનેકાન્તિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવાં નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.”
ઉત્પાદ-વ્યય ધ્રુવ યુક્ત સત્.” “ગુણ પર્યાયવત્ દ્રવ્યમ્” તે તો પદાર્થની સિદ્ધિ કરી. આમાં પરની નાસ્તિ છે. એક પરમાણુમાં બીજા પરમાણુનો અભાવ છે. તે પ્રમાણ સુધી આવ્યો પણ પ્રમાણની બહાર જવા જેવું નથી–કેમકે બહારના પદાર્થના પરિણામને તો કોઈ આત્મા કરી શકતો નથી.
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી–તે વાત તો બરાબર છે. પણ અંદર પ્રમાણમાં અટકી જાય તો પ્રમાણનો પક્ષ થાય છે. તે વ્યવહારનો પક્ષ છે. વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે ને તમે પર્યાયને કેમ બાદ કરો છો? પર્યાયની નાસ્તિ કેમ કહો છો !? જો પર્યાયથી આત્મા રહિત હોય તો સાંખ્યમત થઈ જશે. આમ વ્યવહારના પક્ષવાળાની (દલીલો અનેક પ્રકારની છે). તે નિશ્ચયનો નિષેધ કરી ( પ્રમાણમાં) રોકાય જાય છે. તે અંદરમાં ભેદજ્ઞાન કરતો નથી. ખરું ભેદજ્ઞાન તો અંદરમાં છે. બહારનું તો બહારમાં તે કાંઈ આત્માને આધીન નથી.
શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં અંદરનું ભેદજ્ઞાન બતાવ્યું છે. આત્મા જ્ઞાયક છે ને પ્રમત્ત-અપ્રમત્ત નથી. નથીનું પણ કારણ કહ્યું કે સંસાર અવસ્થામાં એટલે કે સ્વભાવને ભૂલીને અજ્ઞાની હોય ત્યાં સુધી તેની દશામાં શુભાશુભભાવ થાય છે ખરા. જૂનાં કર્મ નિમિત્ત અને ભાવ પુણ્ય નવાં કર્મબંધનું કારણ-નિમિત્ત થાય, પણ તે શુભાશુભભાવના સ્વભાવે આત્મા થતો નથી. નિજ ભાવને છોડે નહીં અને પરભાવમાં જાય નહીં એટલી જુદાઈ તો સ્વભાવથી અંદરમાં રહેલી છે. આવા સ્વભાવને સ્વીકારે તો અનુભવ થાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com