________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧
આત્મજ્યોતિ
ત્યાં હતું તો બહારગામથી જે શ્રાવકો તેમને સાંભળવા આવ્યા હોય તેને સારી રીતે જમાડે... માનથી ઉતારે..
વિગેરે. ત્યારે ગુરુદેવની નાની ઊંમર. બધા જમવા લાઈનમાં બેઠા હતા, ત્યાં પ્રેમચંદભાઈ ખારા પોતે પીરસવા નીકળ્યા. જ્યાં ગુરુદેવના ભાણા પાસે આવ્યા, ત્યાં એમની વાણી નીકળી, કે-આ મુમુક્ષુઓમાં કોઈ તીર્થંકર પણ હોય એમ કહીને ગુરુદેવની થાળીમાં પીરસ્યું. આ વાત ખાનગી નથી. ગુરુદેવે બધાને કહેલી વાત છે. આવો બનાવ બની ગયો.
ગુરુદેવને ત્યારે તો નહોતી ખબર-(કે-હું તીર્થકર થઈશ) પણ પછી આવ્યું. પછી જ્યારે આવ્યું ત્યારે આ વાતનું અનુસંધાન આવે કે નહીં ? આવે...આવે. અરે ! અજ્ઞાની પણ જાણતો ન હોય તેવી સમ્યક (સાચી) વાણી આવી જાય છે. કોઈ વખતે અંદરથી એવી જ્ઞાનની સ્કૂરણા આવી જાય છે. કષાયની મંદતાનો એવો પ્રકાર ભજી જાય તો અજ્ઞાનીના જ્ઞાનમાં પણ આવી ફૂરણા આવીને....વાણી નીકળી જાય.
મારો કહેવાનો આશય એ છે કે-કોઈ જીવનું તું મન દુભાવીશમાં, કોઈનો તિરસ્કાર કરીશમાં. કોઈ જીવ (ભવિષ્યનો) સામાન્ય કેવળી હોય, કોઈ તીર્થકર હોય, કોઈ ગણધર હોય, કોઈ ચક્રવર્તી હોય, કોઈ ત્રેસઠ સલાકા પુરુષોમાંના હોય, ક્રમે કરીને મોક્ષ જનારા હોય, તેથી કોઈ જીવનો તિરસ્કાર કરીશ નહીં. તેની પર્યાયને જોઈશ નહીં. તેના આત્માને જોજે. બધા ભગવાન આત્મા છે તો તેને તેના પ્રત્યે દ્વેષ નહીં થાય.
મારો કહેવાનો મતલબ એ છે કે-કોઈની ઈર્ષા કરીશ નહીં. તેમાં તારી ઈર્ષા થઈ જશે. એમાં બીજાને તો લાગતું-વળગતું નથી. તે બેઠો-બેઠો વિકલ્પ કર્યા કરે..તો તને કર્મ બંધ થશે. તું જેનો વિચાર કરે છે તે ક્યાં તારી વાત સાંભળે છે. તે તો લંડનમાં કે અમેરીકામાં બેઠો હોય-તું તેની ટીકા-ઈર્ષા કર્યા કરે છે. તેને ક્યાં ખબર છે કે આ મારી ઈર્ષા કરે છે-તે તો બેઠો-બેઠો સ્વાધ્યાય કરતો હોય. આ અહીંયા કષાય કરતો હોય; તેનાં ફળ માઠા આવશે. પરિણામ છોડશે નહીં.
અષ્ટપાહુડમાં આવે છે કે “પરિણામે બંધ અને પરિણામે મોક્ષ.” ઘણાં વર્ષો પહેલાં હું વડવા ગયેલો. ત્યાં પોપટભાઈ રહેતા હતા ત્યાં મોટા અક્ષરે શ્રીમદ્જીનું વાક્ય લખ્યું હતું.
પરિણામે બંધ અને પરિણામે મોક્ષ.” જેવાં પરિણામ તેવું ફળ આવે. ચારગતિના પરિણામ કરે તો ચારગતિ મળે. આત્માના પરિણામ કરે તો મોક્ષગતિ-પંચમગતિ પ્રાપ્ત થાય; પરિણામનું ફળ આવે..આવે ને..આવે.
એ પરિણામને સુધારવાની રીત પણ જુદી છે. પરિણામના લક્ષને પરિણામ સુધારતા નથી. એને સુધારવાની રીત એ છે કે-હું તો જાણનાર છું, આ પરિણામનો કરનાર પણ નથી–તેમાં પરિણામ સુધાર્યા વિના સુધરી જાય છે. કર્તબુદ્ધિ આવે નહીં અને પરિણામ સુધરી જાય. પરિણામને સુધારો ! શું પરિણામના લક્ષે પરિણામ સુધરે? તે તો પ્રાયઃ બમણા (ખરાબ) થાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com