________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯
આત્મજ્યોતિ સામાન્યપણે જણાય છે. એ જીવનું વિશેષ અજીવમાં જોડાતું તું...જીવ તો જોડાતો નહોતો... જીવ તો નિરાલંબી છે અને કર્મનું આલંબન ત્યે ને કર્મનું આલંબન છોડે એવું જીવન સ્વભાવમાં જ નથી..એ વિભાવમાં વિશેષભાવમાં છે. એમ કહે છે કે જીવસામાન્યને જોતાંભૂતકાળમાંય જીવને પરિણામ હતાં એમ જોવામાં આવતું નથી...વર્તમાનમાં જોવામાં આવતાં નથી...ભવિષ્યમાંય જીવને પરિણામ હોય એમ જવામાં આવતું નથી...( આ રીતે) પ્રતિક્રમણપ્રત્યાખ્યાન ને આલોચના છે.
જીવ પૂર્વે મિથ્યાદષ્ટિ હતો...અને વર્તમાન સમ્યક્દષ્ટિ થયો.વર્તમાનમાં બંધ છે ને ભવિષ્યમાં મોક્ષ થશે.. આહા! એ જીવનું સ્વરૂપ નથી. એ પરિણામનું સ્વરૂપ છે.. સ્વરૂપ છે. એ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. વર્તમાનમાં જેવો જીવ જણાય છે ભરતભાઈ ! વર્તમાનમાં પર્યાયથી નિરપેક્ષ જે જીવ જણાય છે એ ભૂતકાળમાંય એવો હતો... એવું વર્તમાનમાં જ્ઞાન થાય છે અત્યારે..અને અનંતકાળ પણ હું એવો જ રહેવાનું છું...એવું જ્ઞાન થઈ જાય છે-ત્રણકાળનું જ્ઞાન થઈ જાય છે. આત્મા ત્રણેકાળે એક સરખો છે..આહા! કહે છે પુદ્ગલને અને જીવને જુદા પાડીને જો...તો બેય સામાન્ય છે. સામાન્યને જોતાં નવ તત્ત્વના ભેદ દેખાતાં નથી. સામાન્યને છોડીને વિશેષને જો તો નવ તત્ત્વનાં ભેદ દેખાય છે. આ જીવતત્ત્વ સંબંધેનું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે. ભૂતકાળમાં બંધાણો 'તો ને વર્તમાનમાં મૂકાણો....એમ નથી. એને બંધન થયું જ નહોતું...અત્યારે નથી ને ભવિષ્યકાળે બંધન થશે નહીં..એ તો ત્રણેકાળ મુક્ત પરમાત્મા છે. આહા...હા !
મુક્તને જુઓ તો દષ્ટિ મુક્ત થઈ જશે !...બહુ માલ ભર્યો છે. આમાં! આહાહા ! હવે એનો ખુલાસો કરે છે. “વસ્તુ તો દ્રવ્ય છે. તે દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે.”
પ્રવચન નં. ૪
કળશ નં-૫ તા. ૧૯-૭-૮૯ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પ્રથમ જીવ નામનો અધિકાર છે. કળશ પાંચમો છે. તેનું મથાળું- “આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે.” આની પૂર્વે ચોથો કળશ પણ મૂક્યો. કેમકે ૧૧ મી ગાથામાં પર્યાયને વ્યવહારનયનો વિષય કહ્યો તેમજ અભૂતાર્થ કહ્યો હતો. (તે વ્યવહારનયના વિષયને) બારમી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે (તેમ કહ્યું છે. પર્યાય સર્વથા નથી તેમ નથી. (પર્યાય) ત્રિકાળ સ્વભાવમાં નથી, પરંતુ પર્યાયનું અસ્તિત્વ પર્યાયમાં છે. (હવે જેને) દ્રવ્યદૃષ્ટિ થાય તેને પર્યાયનું જ્ઞાન તે સમયે જ થાય છે.
દ્રવ્ય સામાન્યનું લક્ષ થતાં દ્રવ્યદષ્ટિ થઈ ત્યારે સામાન્યના આશ્રયે સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ, જે અનંત કાળથી નહીં પ્રગટ થયેલા પ્રગટ્યા. એ (પ્રગટ થયેલ ) વિશેષ સામાન્યને તો જાણે છે પણ વિશેષ-વિશેષને પણ જાણે છે. એટલે સામાન્ય વિશેષ બન્નેને યુગપદ જાણે છે. આવું પ્રમાણજ્ઞાન અનુભવમાં કાળમાં પ્રગટ થાય છે. જૈનદર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com