________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તથા કળશ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર–એ બન્ને આસ્રવ છે. સંવરરૂપ થવા યોગ્ય (સવાય) અને સંવર કરનાર (સંવારક)-એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર–એ બન્ને નિર્જરા છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે; કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજાં અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દૃષ્ટિથી જોઈએ તો - જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો-જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયને અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ ( આત્માની ઓળખાણ ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.
ભાવાર્થ – આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે. જુદાં જુદાં નવા તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધાર્યાય દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ
જ્યારે શુદ્ધનયથી જીવ-પુગલનું નિજસ્વરૂપ જાદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com