________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે. અહીં, એ અર્થનું કલસરૂપ કાવ્ય કહે છે:
[માલિની] चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। (શ્લોકાર્થ-) “ [તિ] આ રીતે [ વિરમૂ-નવતત્ત્વ-છન્નમ રૂમ માત્મળ્યોતિ:] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાએલી આ આત્મજ્યોતિને, [વર્ણમાના-નાપે નિમનું વેનમ રૂ] જેમ વર્ગોના સમૂહમાં છુપાએલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [૩નીયમાનં] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [મથ] માટે હવે હે ભવ્ય
જીવો! [ સતતવિધિવત્ત] હંમેશા આને અન્યદ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [ ૫] એકરૂપ [દશ્યતાન] દેખો. [પ્રતિપમ ઉદ્યોતમાનમ] આ (જ્યોતિ), પદે પદ અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થ – આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રીગુરુઓનો ઉપદેશ છે. ૮
ટીકાઃ- હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે જ્ઞય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે–પરોક્ષ અને પ્રત્યક્ષ. ૧ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે
૧. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગરે ઉપાત્ત પદાર્થો છે. ) ૨. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com