________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮
પ્રવચન નં. ૨૪ “ખંડાન્વય સહિત અર્થ, આ આત્મજ્યોતિ છે” –જાણનાર-દેખનાર, ઝળહળ જ્યોતિ અંદરમાં બિરાજમાન છે. એમાં કોઈ કાળે પણ..અંધારું થતું નથી. એ સદા પ્રકાશમાન જ્યોતિ છે. કોઈ કાળે પણ એ પ્રકાશનો અભાવ ન થાય. જેમ કોઈ એક મણિ-રતન હોય, જંગલમાં પડયું હોય..એનો કાયમ પ્રકાશ રહ્યા કરે...ગમે તેટલો માથે ધોધમાર વરસાદ પડે..તોય પણ એ બૂઝાય નહીં-ઠરે નહીં અને ગમે તેવા પવનનાં વાવાઝોડાં આવે, તોપણ એ જ્યોતિ, એમ ને એમ રહે છે (જરી પણ હુલતી-ચલતી નથી.)
એવી રીતે ભગવાન આત્મા (-આત્મજ્યોતિ) અંદરમાં દેહદેવળથી ભિન્ન ( પ્રગટ છે, પરંતુ એને પોતાના પ્રમાદથી દેખાતો નથી આત્મા (–પોતે), વર્તમાન છે. જેમ આ વર્તમાન છે (દશ્ય પદાર્થો) એ ઈન્દ્રિયજ્ઞાનથી જણાય છે આનું અસ્તિત્વ...આ છે. બધાંને પૂછો કે આ છે તો (સૌ કોઈ ) કહેશે હા, આ લાકડી છે (તેમ જગત છે.) કોઈ ના પાડે? કોઈ ના ન પાડી શકે. આનું હોવાપણું છે..એમ લાકડીને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનથી પણ જૂદું એક અંતરમાં જ્ઞાન (સત્તા ) છે, જેમાં ઝળહળ જ્યોતિ સ્વરૂપ ) આત્મા જણાય રહ્યો છે.
બહિર્મુખ જ્ઞાનમાં જેમ લાકડી જણાય છે, એમ અંતરમુખ જ્ઞાન દ્વારા...આત્મા (–પોતે) જણાય રહ્યો છે. પણ....જણાવા છતાં-પણ....આ (લાકડી) જણાય છે, એમાં એને આત્મજ્ઞાન ઉદય થતું નથી. આત્માનાં દર્શન થતાં નથી. -પરનાં દર્શનમાં રોકાયેલો આત્મા. એનાં (પોતાનાં) જ્ઞાનમાં ભગવાન આત્મા (-પોતાનો) પ્રતિભાસ થવા છતાં પણ....એ સ્વચ્છ જ્ઞાનમાં (-વર્તમાનજ્ઞાનમાં ) જેમ દર્પણમાં; પર્યાયમાં જે દર્પણનું દળ જણાય-પ્રતિભાસે, એમ બાહ્યના પદાર્થો પણ એમાં (–દર્પણની વર્તમાન સ્વચ્છપર્યાયમાં) પ્રતિભાસે છે. એમાં એ અરીસામાં (–દર્પણમાં) એ પદાર્થ (કાંઈ ) આવતા નથી.એમ આ બહિરમુખ જ્ઞાનમાં જેમ લાકડી જણાય છે (–પ્રતિભાસે છે) એનાં દર્શન કરવા રોકાય ગયો પરનાં (લક્ષપૂર્વક એમાં એને (આત્મા જણાતો હોવા છતાં) આત્માનું જ્ઞાન ઉદય થતું નથી. જ્યારે આનો (દશ્યપદાર્થનો) નિષેધ કરે કે આને હું જાણતો નથી, અને આને જાણનારું જ્ઞાન તે મારું (મારા સ્વભાવરૂપ) નથી. શું કહ્યું? મારે પરપદાર્થની સાથે જ્ઞાતા-શયનો સંબંધ નથી. સંબંધ થાય છે ને એ છૂટે છે એમ નથી. હું જ્ઞાતા ને...પરપદાર્થ મારું શેય એમ છે જ નહીં. પણ પરપદાર્થ જ્ઞય છે–જણાવાલાયક પદાર્થ અને શેય કહેવાય અને “જાણે” એને જ્ઞાતા કહેવાય. તો આ જે લાકડી જણાય છે...અને લાકડીને એકાંતે જે જાણે છે (તેમાં) લાકડી પણ આત્મા નથી ને તે લાકડીનું જ્ઞાન પણ, આત્માનું જ્ઞાન નથી. એ શયનું જ્ઞાન થયું-જ્ઞાનનું જ્ઞાન પણ ગયું ને જ્ઞાયકનું પણ ગયું. એને દષ્ટિમાં જ્ઞાયક આવતો નથી.
પરદર્શનના સદભાવમાં સ્વદર્શનનો અભાવ થઈ ગયો છે અનંતકાળથી...આંહીયાં તો આત્માના દર્શન કરવાની વાત છે, બીજી કોઈ ક્રિયા છે નહીં. ‘જ્ઞાનદ્રિાચીન મોક્ષ - આત્માને અંતરમાં જઈ, કેવળ જ્ઞાનાનંદ પરમાત્મા છે-તેવું જ્ઞાનમાં જાણવું-અનુભવવું એનું નામ જ્ઞાન છે અને એમાં અંશે ઠરવું સ્થિર થવું તેનું નામ ક્રિયા છે “જ્ઞાનક્રિયાભ્યામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com