________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
ર૬૭ શ્લોક નં-૯ શ્લોકાર્થ: - “આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે,” શુદ્ધનય દ્વારા શુદ્ધાત્માનો અનુભવ કરીને હવે કહે છે. “આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમકારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં,” શું કહે છે..અંતરમુખ ઉપયોગ થયો અને આ જ્ઞાયક તે હું એવું જ્યારે પરિણમન થાય છે ત્યારે આ બધા ભેદો ગૌણ થાય છે. – એટલે એનું લક્ષ છૂટી જાય છે. શુદ્ધનયનો વિષયભૂત તેજ: પુંજ આત્મા તેનો અનુભવ થતાં, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
આ કળશમાં સ્પષ્ટ કર્યું છે કે જે નયો હતા એ વિકલ્પાત્મક હતા તેમ આમાંથી નીકળે છે. નયોથી લક્ષ્મી હવે ઉદય પામતી નથી નયો તો ઇન્દ્રજાળ છે.
પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે એટલે પ્રમાણજ્ઞાન રહેતું નથી એવું છે બેન! જેમ કેવળજ્ઞાનમાં અને સિદ્ધ પરમાત્મામાં પ્રમાણ, નય, નિક્ષેપનો અભાવ છે તેમ અનુભવના કાળમાં (અભાવ છે) પ્રમાણ, નય નિક્ષેપ તે બધું સવિકલ્પમાં એટલે સાધક થતાં પહેલાં હોય અને ચોથ, પાંચમે, છઠે આવે ત્યારે પણ હોય છે.
નયો ક્રમ-ક્રમે જાણે છે. કોઇને સમજાવે, શાસ્ત્ર લખે એવું હોય ત્યારે.પરંતુ સાધક આત્મા જ્યારે સ્વરૂપમાં ડૂબી જાય છે ત્યારે કેવળી જેવો છે. જેમ કેવળી નયાતીત છે તેમ અનુભવી નયાતીત છે. “જ્ઞાયક નયોંસે પાર' (તે વાત છે.)
જ્ઞાયક પરકો નહીં જાનતા, જ્ઞાયક જ્ઞાયક કો હી જાનતા;
યે દોંનો તો નયપક્ષ હૈ, જ્ઞાયક નયોં સે પાર..” નયો તો માત્ર સ્વરૂપનો નિર્ણય કરવા માટે હતી. અનુભવ કરવા માટે નય કામ નથી આવતી. જે અધિગમના ઉપાયો છે એ બધા અનુભવ થતાં અભૂતાર્થ છે. હવે ઉપાય ન રહ્યો. કેમકે ઉપાયનું ફળ આવી ગયું ને! ઉપાયનું ફળ તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો તે હુતો. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થઇ ગયા પછી આ આત્મા આવો છે ને આ આત્મા આવો એમ ન હોય. જ્યાં સુધી સાકર જીભ ઉપર મૂકી ન હોય ત્યાં સુધી સાકર સંબંધીના વિચારો હોય. કે-આને દ્રવ્ય કહેવાય, આને પર્યાય કહેવાય તેવું સાકરનું સ્વરૂપ વિચારે..પણ જ્યાં સાકર જીભ ઉપર મૂકી એટલે જે અનુભવ પહેલાનાં સાકર સંબંધીના વિચારો હતા, પરોક્ષ અનુમાન હતું તે છૂટી જાય છે અને એકલો સાકરનો સ્વાદ રહી જાય છે.
પ્રવચન નં - ૨૪
કળશ ટીકાશ્લોક-૮ તા. ૧૦-૯-૯૧ આપણે સમયસારમાંથી જે આઠમો કળશ ચાલ્યો ને, એ જ આઠમો કળશ હવે આજે એક “કળશટીકા” છે, ચારસો વરસ પહેલાં (પંડિતશ્રી) રાજમલ્લજી થઈ ગયા, એમણે આ કળશ ઉપર ટીકા કરી છે. એનો આઠ નંબરનો કળશ છે. બોલો, ભાઈ....વિરમતિ'....
આ શ્રી સમયસારનો આઠ નંબરનો કળશ છે, એની ટીકા, ટીકા એટલે વિસ્તાર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com