________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
મોક્ષ ’ ( છે. )
વરસો પહેલાંની વાત છે, (પૂજ્ય ) ગુરુદેવ પધાર્યા'તા પો૨બંદ૨માં જ્યારે, ત્યાં મંદિર થયું ને! ત્યારે...(ત્યાં ) પ્રાણભાઈ દેશાઈ છે મુંબઈમાં રહે છે, મોટી ઉંમરના છે હવે અત્યારે તો ઘણી ઉંમર થઈ ગઈ...એનાં બે દિકરા...એનો પણ સ્વર્ગવાસ થયો, એક રતિભાઈ ઘીયા ના વેવાઈ થયા, આહાહા ! ત્યાં ( એમને ત્યાં) ઊતર્યા'તા અમે, એમણે પ્રશ્ન કર્યો કે લાલચંદભાઈ ? જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ તો છે, મેં કહ્યું બરાબર છે. જગત શું કહે છે કે-શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન...અને વ્રતને-તપને એ બધાં કષાયની મંદતાના ભાવો તે ક્રિયા, મે કહ્યું એ જ્ઞાન પણ નથી ને એ (શુભભાવો ) તે આત્માની ક્રિયા પણ નથી. –એ બેય જડભાવ છે. એમાં ચૈતન્ય-ચમત્કારનો અભાવ છે.
૨૬૯
તો...શું છે? કે જે જ્ઞાન આત્માને અંતરમાં જઈ અને પ્રત્યક્ષ નિહાળે-અનુભવેઅવલોકે એવાં જ્ઞાનને-જ્ઞાનની પર્યાયને, પરમાત્મા સમ્યક-જ્ઞાન કહે છે, એ જ્ઞાન છે. અને એમાં અંશે રમણતા-લીનતા-સ્થિરતા (-એકાગ્રતા ) એને...ચારિત્રની ક્રિયા કહેવામાં આવે છે, રાગ કરવો ચારિત્રની ક્રિયા નથી. પાંચ મહાવ્રતનાં પરિણામ, એ ચારિત્રનો મળ ને મેલ છે. તો હવે એને ચારિત્રનો મળ-મેલ કહે તો તારે દેવ-ગુરુ-શાસ્ત્રનો જે રાગ આવે એ તો મેલ થઈ (જ) ગયો. ત્યારે કહે કે (પ્રતિમાના) દર્શન ન કરવા? કરવા ન કરવાનો પ્રશ્ન નથી ને થવાયોગ્ય થાય છે ને જાણનાર જણાય છે, એમ લે ને!
આહા...હા! એ પરમાત્મા કહે છે કે તને આ લાકડીના અસ્તિત્વનો ભરોસો છે...પણ આનાથી એક ભિન્ન અંદરમાં...જ્ઞાનઉપયોગ છે...અનાદિ-અનંત એ લક્ષણ છે જીવનું. લક્ષણનો કોઈ દિ (ક્યારેય ) અભાવ ન હોય (–ન થાય) અને એ ( ઉપયોગ ) લક્ષણ હોવાથી...એમાં આત્મા જણાયા જ કરે છે. તને વિશ્વાસ નથી (ત્યાં નજર કરતો નથી ) એ તો તારી ભૂલ છે. બાકી એ જ્ઞાનમાં બાળ-ગોપાળ સૌને (સદાકાળ-સ્વયં) ભગવાન આત્મા, અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે જણાય રહ્યો છે. એનો પ્રતિભાસ એમાં થઈ રહ્યો છે. એવી આ ઝળહળ જ્ઞાનજ્યોતિ (સૌમાં વિરાજમાન છે.) તેમાં કોઈ દિ' અંધારું થાય નહીં બોલો!
આહાહા! આમાં તો યૂઝ જાય તો ઈલેકટ્રીક જાય તો અંધારું થઈ જાય. આ જડ પ્રકાશનો અભાવ થાય પણ ચૈતન્યપ્રકાશનો કોઈ દિ' અભાવ થાય નહીં. ન જ થાય એ પ્રકાશનો પૂંજ છે. એને આત્મજ્યોતિ કહી. આહાહા! આ જ્યોતિની વાત ચાલે છે જ્યોતિ એટલે પ્રકાશનો પુંજ, જ્ઞાનમય આત્મા છે. આત્મામાં જ્ઞાનગુણ છે ત્રિકાળી. અને એ ત્રિકાળીજ્ઞાનગુણ, એવો ગુણી અભેદ અનંતગુણનો પિંડ આત્મા...આત્મા (જ) જેમાં જણાયા કરે એવું એક જ્ઞાનપણ ( સદા-સ્વયં ) પ્રગટ થયા કરે છે, બધાને સમયે-સમયે...એમાં ભગવાન આત્મા જણાયા કરે છે. આહા !
ઈન્દ્રિયજ્ઞાનમાં પ૨ જણાય છે ને સ્વસંવેદનમાં આત્મા (–પોતે ) જણાય છે. ઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com