________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૦
પ્રવચન નં. ૨૪
સ્વસંવેદનના બે પ્રકાર છે...એક સવિકલ્પ સ્વસંવેદન અને એક નિર્વિકલ્પ સ્વસંવેદન, જ્યાં સુધી સમ્યક્દર્શન (–આત્મદર્શન) ન થાય ત્યાં સુધી પણ એનાં જ્ઞાનમાં આત્મા જણાય છે, બધાને–બાળગોપાળ સૌને આત્મા જ અનુભવમાં આવે છે આહા ! એને સવિકલ્પ સ્વસંવેદન કહેવાય, પોતાના જ્ઞાનમાં જ્ઞાનાનંદ ૫રમાત્મા છે, અરે! તાદાત્મ્ય છે. આ બધા સમયસારના વાક્યો છે.
સર્વજ્ઞ ભગવાનનાં શ્રીમુખેથી નીકળેલી વાણી...કુંદકુંદભગવાને ઝીલી...અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાને એની ટીકા કરી (વિસ્તાર કર્યો) ‘આત્મખ્યાતિ' એટલે કે આત્મજ્યોતિ એમાં કોઈ દિ' અંધારું થાય નહીં.
અંધારું થયું છે તારી પર્યાયમાં થયું છે, ઝળહળજ્યોતને જાણ તો પર્યાયમાં જ પ્રકાશ પ્રગટ થશે.
(કહે છે) “ આત્મજ્યોતિ અર્થાત્ જીવદ્રવ્યનું શુદ્ધજ્ઞાનમાત્ર” –આ આત્મજ્યોતિનો અર્થ કર્યો. જીવ દ્રવ્યનું...શુદ્ધ...જ્ઞાનમાત્ર, એ જીવતત્ત્વ છે. પર્યાયની વાત નથી. આ, ત્રિકાળી દ્રવ્યની વાત છે. સર્વથા અનુભવરૂપ હો...મને તો...મારો જ્ઞાનાનંદ ૫રમાત્મા અંતરમાં... અનુભવરૂપ હો. આહાહા! મને એ જ અનુભવમાં આવે છે, બીજું કાંઈ અનુભવમાં આવતું નથી. કે બીજું જણાય છે ને? બીજો, બીજાને જાણે છે હું મને જાણું છું. બીજો...કોણ...બીજાને જાણે છે? ઈન્દ્રિયજ્ઞાન, એ બીજી ચીજ છે, એ આત્માના ખરેખર પરિણામ...નથી-સામાન્યનું વિશેષ નથી, જેમ રાગ સામાન્યનું વિશેષ નથી-અણમળતો ભાવ છે...એમ પરાવલંબી૫૨સન્મુખ થયેલો ઉપયોગ એ જ્ઞાન નથી, ઈન્દ્રિયજ્ઞાન છે, જડ-અચેતન છે એ. એ જ્ઞાનને તું મારું માની બેઠો છો મારાપણાની બુદ્ધિ છે-એટલે હું પરને જાણું છું એમ બુદ્ધિ ( –અભિપ્રાય ) થઈ ગઈ, પણ આંહીયાં કહે છે કે હું તો ચૈતન્ય-ચમત્કારમાત્રને નિરંતર અનુભવું છું.
“ કેવી છે આત્મજ્યોતિ ? આ અવસરે એટલે-આ કળશની અપેક્ષાએ, નાટય૨સની પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે. ” –જેમ નાટકમાં... પાત્ર એક હોય, પણ સ્વાંગ અનેક પ્રકારનાં એ ધારણ કરીને નાચે...તો ઘડિકમાં સ્ત્રી ચક્રવર્તીનો પાઠ લ્યે ને ઘડિકમાં ભિખારીનો...ઘડિકમાં દારૂડિયાનો પાઠ લ્યે, ઘડિકમાં સ્ત્રી બનીને પણ આવે-એ બધાં એનાં સ્વાંગ છે. (-પાત્રતો એક જ છે.)
એમ એક જ જીવવસ્તુ, પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો...અનેક સ્વાંગ ધારણ કરે છે. પણ એ જીવનું ઓરિજીનલ-મૂળસ્વરૂપ નથી. આહા...હા ! એક વખત નાટકમાં...રોજ એક વાણંદ એક શેઠની દાઢી કરવા આવે સવારમાં, એનું નામ માવલો, રોજ દાઢી કરવા આવે ને સાંજે એ નાટકમાં જાય (પાત્ર ભજવે) એક દિ' શેઠને કહે આ જ તો તમે નાટક જોવા આવજો (−બહુ સારું છે) શેઠ ગયા, નાટક જોવા...તે માવલો વાણંદ આબેહૂબ પાઠ ભજવતો હતો, ત્યાં શેઠ તો એને ઓળખી ગયા, એટલે એણે શેઠને ઈશારો કર્યો કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com