________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
[માનિની] व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः । तदपि परममर्थ चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।। હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધ-નયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી:
શ્લોકાર્થ:- [ વ્યવદર-ન:] જે વ્યવહારનય છે તે [યદ્યપિ] જો કે [ફુદ પ્રવિવ્યાં] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [ નિહિતાવાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [7] અરેરે ! [સ્તાવનગ્ધ: ચાત] હુસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [તર્-] તોપણ [વિ- ISમાત્ર પર-વિરહિતં પરમં અર્થ સત્ત: પશ્યતાં] જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ “અર્થ” ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને [N:] એ વ્યવહાર [વિન્વિત ન] કાંઈ પણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થ – શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી. ૫. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે:
[ શાર્દૂનવિદ્રોહિત ] एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्। सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमात्मायमेकोऽस्तुनः।।६।। શ્લોકાર્થ:- [ મર્ચ માત્મનઃ] આ આત્માને [ફુ દ્રવ્યાન્તરે૫: પૂથ વર્શનમ] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [તત વ નિયમત સવર્ણનમ] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા? [ વ્યાપ્ત:] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [ શુદ્ધનયતઃ પુરુત્વે નિયતW] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [પૂર્ણ-જ્ઞાન-ઘનશ્ય] પૂર્ણજ્ઞાનઘન છે [૨] વળી [તાવાન કર્યા માત્મા]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com