________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં. ૯ આ અનુભૂતિનું લક્ષણ શું છે? કહે આત્માની ખ્યાતિ. એટલે આત્માની ઉપલબ્ધિ તેની પ્રાપ્તિ છે. તેની એટલે એકની-શુદ્ધાત્માની પ્રાપ્તિ હોય છે.
(શુદ્ધનયથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો છે.) ઉપરમાં જે કૌંસમાં નિયમ કહ્યો છે - તેનો ખુલાસો કરે છે. અશુદ્ધનયથીવ્યવહારનયથી નવ તત્ત્વને જાણતાં અનંતકાળ ગયો, પણ શુદ્ધનયથી નવમાંથી એકને ન જાયો. જેમ સુવર્ણપાષાણ છે તેમાં જ સુવર્ણ છૂપાયેલું છે-તેમ આ નવ તત્ત્વો છે તે પાષાણની જગ્યાએ છે. તેમાં શુદ્ધાત્મા છૂપાયેલો છે-તેને શુદ્ધનય વડ બહાર કાઢે છે. છે..તો.. પ્રગટ, પણ નવના પ્રેમમાં પડેલો એકને જોઇ શકતો નથી, તેથી તેને તિરોભૂત થઈ ગયો છે. નવની રુચિવાળો આત્મા, એકની રુચિ કરી શકતો નથી. નવની રુચિ છોડીને જ્યાં એકની રુચિમાં જાય છે ત્યાં તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. નિયમ છે-“તે હેતુથી નિયમ કહ્યો.'
પ્રશ્ન - અશુદ્ધનયથી નવતત્ત્વને કેવી રીતે જાણે છે?
ઉત્તર - આ જીવ છે,આ અજીવ છે તેમ એક-એકને કર્મ જાણવાથી વિકલ્પની ઉત્પતિ થાય છે. તેમાં નિર્વિકલ્પ ધ્યાન કદી આવતું નથી. કેમકે આ જીવ છે-આ જીવનું લક્ષણ છે, આ અજીવ છે આ અજીવનું લક્ષણ છે, આ પુણ્ય-પાપ છે અને આ તેનું લક્ષણ છે, આ આસ્રવ છે અને તેનું લક્ષણ છે, આ સંવર છે અને આ તેનું લક્ષણ છે, આ નિર્જરા છે આ તેનું લક્ષણ છે, આ બંધ છે અને આ તેનું લક્ષણ છે, આ મોક્ષ છે અને આ તેનું લક્ષણ છે આમ ક્રમે ક્રમે જાણવાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને તે ઈન્દ્રિયજ્ઞાન છે. ઈન્દ્રિયજ્ઞાન છે તે નવને ક્રમથી જાણે છે. નવના આશ્રયથી નિયમથી રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થાય છે ત્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જ્યારે એકને જાણે છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ ધ્યાન ઉત્પન્ન થાય છે. અનેકને જાણવાથી રાગની પ્રગટતા થાય છે. એકને જાણવાથી વીતરાગ ભાવની પ્રગટતા થાય છે.
પ્રશ્ન - અશુદ્ધનયથી નવ તત્ત્વને જાણતાં એટલે પરિણામથી સહિત નવ તત્ત્વનું જાણવું થયું તે અશુદ્ધનયથી જાણવું છે. હવે શુદ્ધનયથી નવ તત્ત્વને જાણ્યા...તો, નવ તત્ત્વથી ભિન્ન શુદ્ધાત્માને જાણ્યો તેમ લઈ શકાય?
ઉત્તર: – લઈ શકાય, પરિણામીમાંથી અપરિણામીને કાઢયો તેમ. કારણકે જે પરિણામ છે. તે કથંચિત તે રૂપે પરિણમે છે – પરિણમે છે તો પરિણામી લઈ શકાય છે. પરિણામમાંથી પણ અપરિણામીને કાઢવો અને પરિણામીમાંથી પણ અપરિણામીને કાઢવો. પરિણામમાંથી કે પરિણામીમાંથી ત્રિકાળી જીવને કાઢવો. પરિણામ અને પરિણામી તે બન્ને અશુદ્ધનયનો વિષય છે. આત્મા કથંચિત્ નવરૂપે-બંધ-મોક્ષરૂપે પરિણમે છે તે પણ વ્યવહારનયનો વિષય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com