________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
રીતે કહ્યો.
૧૦૧
બીજું મિથ્યાત્વ, અવિરત, (અવિરમણ ) કષાય ને યોગ તેમ ચાર પ્રકારના આસ્રવો છે. હવે જે યોગ નામનો આસ્રવ છે તેમાં પુણ્ય પાપ આવતા નથી માટે બે શબ્દો જુદા લખ્યાં છે. પુણ્ય-પાપ જુદા કરે ત્યારે નવ તત્ત્વ સિદ્ધ થાય છે-તે બરાબર જ છે. કોઇ જગ્યાએ કુંદકુંદદેવે પોતે સાત તત્ત્વ કહ્યાં છે અને અહીં નવ તત્ત્વ કહ્યાં છે તે બરાબર છે. નવ તત્ત્વને નવપદાર્થમાં કાંઇ ફેર નથી. બન્ને એક જ વાત છે.
-
“સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે તેમનામાં એકપણું ” જુઓ ! આ છે વ્યવહારનયનો વિષય. તેમનામાં અનેકપણું તેમ નથી લખ્યું. અનેક પોતે સમ્યક્દર્શનનો વિષય નથી. અનેક છે તે જ્ઞાનનો વિષય છે. જાણવાનો વિષય છે. અનેકપણું તે પર્યાય છે, અને પર્યાય છે તે આશ્રય કરવા યોગ્ય નથી. પર્યાયમાં ઉત્પાદ-વ્યયની મધ્યમાં રહેલો ધ્રુવ પરમાત્મા તે આશ્રય કરવા યોગ્ય છે. માટે તેમનાંમાં એકપણું પ્રગટ કરનાર કહ્યું. વ્યવહારનય અનેકપણું પ્રગટ કરે છે, અને નિશ્ચયનય તો એક શુદ્ધાત્માને જ પ્રગટ કરે છે. નવના સ્વાંગ શુદ્ધાત્મામાં નથી. નવ તત્ત્વની અસ્તિ, પણ મારામાં તેની નાસ્તિ, તેવી મારી અસ્તિ, તેનો અનુભવ તેનું નામ મસ્તિ.
“તેમનામાં એકપણું પ્રગટ કરનાર, ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, ” એકપણું પ્રગટ કરનાર તેમજ એકપણું પ્રાપ્ત કરી તેમ ‘એકવાર’ બે વખત શબ્દ આવ્યો. હવે કહે છે –પ્રગટ કરનાર કોણ છે? કેઃ શુદ્ધનય. હવે જ્યારે શુદ્ધનય એકને પ્રગટ કરે છે ત્યારે એકપણું પ્રાપ્ત થઈ ગયું. તેમનામાં એટલે નવમાં એકપણું પ્રગટ કરનાર. એક છે તેને પ્રગટ કોણ કરે છે? –શુદ્ઘનય. જ્યાં શુદ્ધનયે એકને પ્રગટ કર્યો ત્યાં એકની પ્રાપ્તિ થઈ ગઈ. અભૂતાર્થનય નવને પ્રગટ કરતી હતી તો તેમાં એક શુદ્ધાત્માનો અનુભવ થતો ન હતો. પણ ભૂતાર્થનયે જ્યાં એકને પ્રગટ કર્યો ત્યાં શ્રદ્ધાએ તેને પકડી લીધો-ત્યાં આત્મા પ્રગટ થઇ ગયો બસ.
તેમનામાં એકપણું પ્રગટ કરનાર એમ! પ્રગટ થના૨ તો આત્મા છે. પ્રગટ કરનાર શુદ્ધનય છે. શું કહ્યું ? ફરીથી-પ્રગટ થનાર તો આત્મા છે અને તેને પ્રગટ કરનાર શુદ્ઘનય છે– ભૂતાર્થનય છે. હવે ભૂતાર્થનયે જ્યાં એક શુદ્ધાત્માને પ્રગટ કર્યો ત્યાં જ્ઞાન અને શ્રદ્ધાએ પકડી લીધો. શુદ્ધનયે એકને પ્રગટ કર્યો તો શ્રદ્ધાએ તેને ગ્રહણ કરી લીધો. જાણેલાનું શ્રદ્ધાન થઈ ગયું. શુદ્ધનયથી જાણ્યું કે આ હું છું તો-જ્ઞાયકમાં અહમ થયું અને તરત જ પ્રગટ કરી દીધો. પ્રગટ કરનાર શુદ્ઘનય, પ્રગટ થનાર શુદ્ધાત્મા; અને તેમાં એકપણું પ્રાપ્ત કરી– ‘એકો અહમ્.’
“શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ - કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે - તેની પ્રાપ્તિ હોય છે.” આહા! પાછું ફરીથી કહે છે જુઓ! શુદ્ધનયના વિષયભૂત શુદ્ધાત્મા તેની જે અનુભૂતિ; તેમાં સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય લઈ લેવા. અનુભૂતિમાં મુખ્ય સમ્યક્દર્શન છે કે-જેનું લક્ષણ આત્મખ્યાતિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com