________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO.
પ્રવચન નં. ૯ વિષયમાં જ નિશ્ચયનયનો વિષય ગર્ભિત રહેલો છે-તેને નિશ્ચયનય વડે જો કાઢે તો તેને જરૂર સમ્યફદર્શન થાય.
કારણકે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે” એટલે કે નવના ભેદના જ્ઞાનની પ્રવૃત્તિ અર્થે, “અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો ” “તત્ત્વો' એ બહુવચન છે. વ્યવહારનય નો વિષય તે બહુવચનનું વાક્ય છે એમાં, જ્યારે શુદ્ધનયનો વિષય તે એકવચન છે. તેનું (વાચ્ય) ત્રણેકાળ એકજ હોય તેમાં બે ન હોય. હવે તે નવ તત્ત્વોના નામ આવે છે કે....
જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષ છે”—એમાં જે “જીવ” છે તે દસ પ્રકારના પ્રાણથી જીવે છે તેવ્યવહારજીવ લેવો. અહીં સામાન્ય જ્ઞાયકભાવ તે જીવ ન લેવો-તે ભૂતાર્થનયનો વિષય છે. અહીં તો જે અભૂતાર્થ નયનો વિષય છે-પર્યાય છે તે વ્યવહાર જીવ લેવો. વ્યવહારજીવમાં શું લેવું? જે દસ પ્રકારના પ્રાણથી જીવે તે વ્યવહાર જીવ છે. નર-નારક આદિ પર્યાયો થાય છે તે પણ વ્યવહાર જીવ છે. વ્યવહારનયના વિષયભૂત જે જીવ અને વ્યવહારનયના વિષયભૂત જે અજીવ (આદિ)-તેમ શાસ્ત્રમાં આવે છે.
અહીં આસ્રવ પછી સંવર લીધું તેનું કારણ ખૂબજ મહત્વનું છે. તત્ત્વાર્થસૂત્ર તે વ્યવહારનયનું શાસ્ત્ર છે તેથી તેમાં આસ્રવપૂર્વક બંધ આવે છે. વળી ત્યાં પદાર્થની સિદ્ધિ કરવી છે. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે આસ્રવપૂર્વક બંધ ન થાય, પરંતુ આમ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે. બન્ને વાતમાં; આટલો મોટો ફેર છે-શબ્દ રચનામાં.
આચાર્ય ભગવાને લખ્યું છે કે જે સમયસાર વાંચશે તેને આસ્રવપૂર્વક બંધ નહીં થાય; તેને આસવના-( મિથ્યાત્વના અભાવપૂર્વક સંવરની દશા થશે તેવું સમયસારમાં નિમિત્તપણું છે.
તત્ત્વાર્થસૂત્રમાં કામ શું છે કે-આસ્રવપૂર્વક બંધ થાય છે. કારણ કે તે વ્યવહારનયનું શાસ્ત્ર છે. તે પર્યાયનયની મુખ્યતાથી છે. તેમાં જાણવાનો વિષય છે–એટલે કે પરદ્રવ્યથી જુદું પાડવા માટે ત્યાં પદાર્થની સિદ્ધિ કરી છે. શુદ્ધાશુદ્ધ પર્યાયોનો પિંડ તેને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આ પ્રકારે છે. જ્યારે અહીંયા અધ્યાત્મશાસ્ત્રમાં આસ્રવ અનાદિનો હોય, (તો પણ) આસ્રવના અભાવપૂર્વક સંવર થઇ જાય.
જે કોઇ આ તેરમી ગાથા વાંચશે તેને આસ્રવપૂર્વક બંધ નહીં થાય. તેને આસ્રવના અભાવપૂર્વક સંવર થશે. કેમકે નવ તત્ત્વમાંથી તે શુદ્ધનયવડ પોતાના નિજ શુદ્ધાત્માને અલગ તારવી લેશે અને સમ્યકદર્શન પ્રગટ કરી લેશે. સમ્યકદર્શન પ્રગટ થયું તો મિથ
મિથ્યાત્વ નામના આસવનો અભાવ થયો, અને મિથ્યાત્વના અભાવપૂર્વક સંવરની દશા પ્રગટ થઈ ગઈ –તે સમ્યકદર્શન છે. સમ્યક્દર્શન પૂર્વે તો મિથ્યાત્વ હતું-એટલે આસ્રવ હતો. તે આસવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે. માટે (સમયસારમાં) નવ તત્ત્વોનો ક્રમ આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com