________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
III
આત્મજ્યોતિ
તો સાધકને વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય પણ થાય છે. જો તેને કાઢી નાખે તો તેનું જ્ઞાન ખોટું હોવાથી શ્રદ્ધા પણ સમ્યક્ નામ પામતી નથી. અને કોઈ નવ તત્ત્વને ઉપાદેય માને તો તેનું ધ્યાન ખોટું છે. કારણ કે ધ્યાનનું ધ્યેય નવ તત્ત્વો નથી. આ તો જિનેન્દ્ર ભગવાનનો રાજમાર્ગ છે...આમાં ક્યાંય એકાંત ન ચાલે.
ધર્માત્માને નવ તત્ત્વોને જાણવાની અભિલાષા છૂટી ગઈ છે તેમને શ્રદ્ધા-જ્ઞાનમાં એકરૂપ આત્મજ્યોતિ કેવી અનુભવાય રહી છે તેનો પ્રત્યક્ષ ચિતાર દર્શાવતી ગાથા એટલે તેરમીગાથા. આ પુસ્તક એકાકાર આત્મજ્યોતિને દર્શાવતું હોવાથી આ શાસ્ત્રનું નામ ‘ આત્મજ્યોતિ ’ રાખેલ છે.
શ્રી કુંદામૃત કહાન સંસ્થાએ આ આત્મજ્યોતિ પુસ્તકનું સંકલન તેમજ સંપાદન કરવાનું મને જે શ્રેય આપ્યું છે તે બદલ સંસ્થાની હું આભારી છું. અધ્યાત્મની જ્યોતિ પ્રગટ થવામાં આ શાસ્ત્ર મને ઉત્તરોત્તર ક્ષણે માર્ગદ્રષ્ટા બન્યું છે.
પુસ્તકનું કાર્ય કરવા માટે જેમની પ્રેરણા મને નિરંતર મળતી રહે છે તેવા આત્મરસિક...વડિલ શ્રી શાંતિભાઈ ઝવેરીની હું અંતઃકરણથી આભારી છું. તદ્ઉપરાંત આ પુસ્તકના પ્રકાશન માટે અક્ષરસઃ કેસેટ ઉતારવાનો જે મુમુક્ષુ ભાઈઓ-બહેનો તરફથી મને સુંદર સહકાર મળ્યો છે તે બધાની હું આભારી છું.
‘આત્મજ્યોતિ ’ પુસ્તકની આદિથી અંત સુધી...જેમનો મને નિઃસ્વાર્થ અને નિ૨પેક્ષભાવે અમૂલ્ય સહયોગ મળ્યો છે તેવા આત્માર્થી ચેતનભાઈ મહેતાની હૃદયવિભોર ભાવોથી આભારી છું. સાથે સાથે ત્વરિત અને ઉત્સાહપૂર્વક કાર્ય સંપન્ન કરવા બદલ તેમને ખૂબ-ખૂબ ધન્યવાદ અર્ધું છું.
અનંત ઉપકારી કહાનલાલ ! મારું અસીમ સૌભાગ્ય છે કે આપના ચરણોની ધૂલીને મસ્તકે ચઢાવવાનું ભાગ્ય ખુલ્યું. આપના ૫૨મ પવિત્ર પાવન ચરણોનું સાનિધ્ય સતત પ્રાપ્ત થતું રહ્યું. આપના પ્રવચનની પ્રસાદીરૂપ આ ‘ આત્મજ્યોતિ ’ પુષ્પ આપની અતીવ ભક્તિ સહિત આપના કરયુગલમાં અર્પણ કરું છું.
66
અમ ૫૨ કીધાં અસંખ્ય તમે ઉપકારો; ભાવમાં પોષી દીધાં ચૈતન્યનાં દિવ્ય વિચારો, ઋણી તમારા સદૈવ છીએ ભારી; અમ અંજલિ લેજો સહજ સ્વીકારી; આશિષ આપજો અમોને પાવનકારી.
અપૂર્વ તત્ત્વ નિધાનના સાનિધ્યમાં સૌ કોઈ ભવ્યાત્માઓ આત્મજ્યોતિને પ્રાપ્ત કરે તેવી મંગલ ભાવના પૂર્વક અલમ્...
બા. બ્ર. શોભનાબેન જે. શાહ ( છેડા ).
રાજકોટ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com