________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
પ્રવચન નં. ૪ સ્વયંકૃત પ્રગટ થાય છે.
તેણે પરિણામને સ્વયંકૃત માન્યા નથી. કાં મારાથી થાય અને કાં પરથી થાય. કાં રાગાદિ મારાથી થાય અને કાં રાગાદિ પુદ્ગલથી થાય. કાં સંવર-નિર્જરાને મોક્ષ મારાથી થાય અને કાં કર્મના અભાવથી થાય માટે કર્મકૃત છે. પરિણામ કર્મકૃત નથી અને જીવકૃત પણ નથી. પર્યાય પર્યાયકૃત છે-તેમ તે નવ તત્ત્વને જાણ્યા નથી એટલે કર્તબુદ્ધિ રહી ગઈ. કાં તો ઉપાદાનપણે કર્તા માને અને કાં તો સંવર-નિર્જરામાં હું નિમિત્ત છું તેમ નિમિત્તકર્તા માને. આમ કોઈ પણ પ્રકારે કર્તાનું શલ્ય રહી જાય છે-માટે દષ્ટિ નિર્મળ થતી નથી. તે ગમે તેટલા માથા પછાડે પણ તેને સમ્યક્દર્શન થાય નહીં. આમાં જે લખેલું છે તેનો હું અર્થ કરું છું. વ્યવહારનયના વિષયને નિશ્ચયનયથી જાણ તેમ આમાં લખ્યું છે.
બીજી લીટીમાં એમ લખ્યું છે-નવ તત્ત્વને અશુદ્ધનયથી એટલે વ્યવહારનયથી જાણતાં સમ્યકત્વ ન થાય. પણ તેને ને તેને શુદ્ધનયથી જાણે તો સમ્યકત્વ થાય. વિષય તો નવ તત્ત્વ જ રાખ્યા. પણ તેને ભૂતાર્થનયથી જાણો. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે-પર્યાયના પકારક પર્યાયમાં છે-પર્યાયનો કર્તા પર્યાય છે. પર્યાયનો કર્તા સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય નથી-તે યથાર્થ વાત છે. આવું સ્વીકારે ત્યારે અકર્તા એવો જ્ઞાયકભાવ દષ્ટિમાં આવતાં કર્તાબુદ્ધિ છૂટી જાય છે અને અનુભવ થઈ જાય છે.
અહીં એ જ “જીવાદિ' જે વ્યવહારનયથી કહ્યાં હતાં ને તે વિષય બદલાવતા નથી. વિષય નવે નવ રાખ્યા, પણ જાણવા-જાણવામાં મોટો ફેર. તેને સાપેક્ષ જાણે તો સંસાર મિથ્યાત્વ. તે વાત કળશટીકામાં ૬ઠ્ઠા શ્લોકમાં કહ્યું છે-“નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ એટલે કર્તબુદ્ધિ થઈ. અને તે નવ તત્ત્વોને ભૂતાર્થનયથી-નિરપેક્ષ જાણે તો સમ્યફદર્શન થાય છે. ૧૩ મી ગાથાનો પાઠ બે હજાર વર્ષ પહેલાંનો છે.
એ જીવાદિ તત્વોને શુદ્ધનય વડે” ( ત્રિકાળી) એકલા જીવને તો શુદ્ધનય વડે જાણી શકાય, અહીં તો નવને પણ તું શુદ્ધનય વડે જાણ. આ કોઈ વિશિષ્ટ અને અદભૂત પ્રકાર છે. તમને શું કહ્યું બેન! મધ્યસ્થ જ્ઞાનથી જે વિચારે તો તેને અંદરમાંથી આવે કે આ શાસ્ત્રની રચનામાં તો સીમંધર ભગવાનની વાણી કુંદકુંદભગવાન દ્વારા અહીં આવી છે. કુંદકુંદ ભગવાનની તેર ગાથા ઉપરથી ખાત્રી થાય કે-નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણવાથી સમ્યક્દર્શન તે કોઈ શાસ્ત્રમાં નથી. શુદ્ધાત્માને જાણતાં સમ્યફદર્શન એ તો ઘણી જગ્યાએ આવશે.
ભૂતાર્થનયે નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય તે કોઈ અલૌકિક વાત છે. આ રાજકોટનો બનેલો બનાવ કહું છું. આ બ્ર. ગુણીબેન હાજર બેઠા છે. તેમનો શું બનાવ બન્યો તે કહું છું. આ સમજવા જેવી વાત છે. તે તો સ્થાનકવાસી હતા. દીક્ષા પણ લેવાના હતા અને સાથે શાંતાબેન જે થાણાવાળા ચીનુભાઈની બા. તેમાં એમના ગયણીજીએ કહ્યું કે-આ “અબદ્ધ સ્પષ્ટ' સમજ્યા. તો ગુણીબેને પૂછયું કે-અબદ્ધ સ્પષ્ટ કઈ જગ્યાએ આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com