________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૫૧ તત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.” એટલે આ બીજી લીટીમાં નવ તત્ત્વોને તો કાયમ રાખ્યા. પણ (અનંતકાળથી) તું વ્યવહારનયથી જાણતો હતો, તેને હવે તું નિશ્ચયનયે જાણ. આ બે લીટીમાં લખેલું છે. બીજી લીટીમાં એમ કહ્યું-અશુદ્ધનયથી પ્રધાનતામાં-વ્યવહારનયની પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે. કોણે કહ્યું છે!? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે હોં ! નિશ્ચય વ્યવહાર બને એની વાણીમાં આવ્યા છે.
આ સમયસારમાં અને સમયસારની તેરમી ગાથામાં જે નવ તત્ત્વોનો વિસ્તાર આવવાનો છે, તેના નામકરણની વિધિ આ તેર ગાથામાં કરી. અને છઠ્ઠી ગાથામાં આત્માનું નામ “જ્ઞાયક' કહ્યું. આ નવ તત્ત્વના નામ તેરમી ગાથામાં શરૂ થઈને તે છેક ૪૧૫ ગાથા સુધી આવશે. નવ તત્ત્વના નામ અને ભાવ તો આવશે, પણ તે વખતે તું વ્યવહારનયથી તેને જાણીશ નહીં. ત્યારે ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણજે.
અહીં ઉપર કહ્યાં તેજ જીવાદિ તેને તું વ્યવહારનયથી જાણી રહ્યો છે તેને તું શુદ્ધનયથી જાણ! જે વ્યવહારનયનો વિષય છે તેને નિશ્ચયનયથી કેમ જાણવું? વ્યવહારનય પરિણામને સાપેક્ષતાથી પ્રતિપાદન કરે છે, નિશ્ચયનય નિરપેક્ષ પ્રતિપાદન કરે છે. પરિણામ પરિણામથી થાય છે, આત્માથી એ નહીં અને કર્મના સદ્ભાવ કે અભાવથી પણ નહીં. મિથ્યાત્વનો પરિણામ ઉત્પન્ન થાય છે તે આત્માથી થતો નથી અને દર્શનમોહના ઉદયથી પણ થતો નથી.
જીવાદિ' શબ્દમાં તો આસ્રવ, બંધ, સંવર બધું આવી જાય છે. એ જીવાદિ તત્ત્વોને શદ્ધનય વડે'..અશદ્ધનયનો વિષય તેને શુદ્ધનય વડ જાણ. ઉપર બીજી લીટીમાં અશદ્ધનયનો વિષય કહ્યો કે નહીં!? એટલે જે અશુદ્ધનયનો વિષય છે તે શુદ્ધનયનો વિષય પણ છે. પણ તેને તે વ્યવહારનયથી જાણ્યે-સાપેક્ષ જાણ્યું. પરિણામને સાપેક્ષ જાણવા તે વ્યવહાર છે. અને પરિણામને નિરપેક્ષ જાણવા તે નિશ્ચય છે તથા સમ્યકદર્શનની પર્યાયને વ્યવહારનયથી જાણી પણ સમ્યકદર્શનની પર્યાયને ભૂતાર્થનયે નિશ્ચયનયે ન જાણી. વ્યવહારનયે સમ્યકદર્શનને જાણ્યું એટલે શું? આત્મા સમ્યકદર્શનનો કર્તા છે એમ જાણું પણ આત્મા સમ્યક્રદર્શનનો કર્તા નથી સમ્યક્દર્શનની પર્યાયનો કર્તા સમ્યકદર્શનની પર્યાય જ છે એના પકારકથી નિરપેક્ષ થાય છે એમ તે પર્યાયને નિરપેક્ષ જાણી નથી. આ સમયસારતો કોઈ કોઈ એવી પળે લખાણું છે.
અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે.” ઓહો! શુદ્ધાત્માને જાણવાથી તો સમ્યકત્વ થાય છે એમ તો સાંભળ્યું-વાંચ્યું, જાણ્યું, માન્યું. પણ, હવે કહે છે–શુદ્ધનય વડે જે નવ તત્ત્વને જાણે તેને સમ્યક્દર્શન થઈ જાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે તેમ જાણ. હું કરું છું-તેવી કર્તાબુદ્ધિ છોડી દે તું. જે સ્વયંકૃત હોય તેને પરના કરવાપણાની અપેક્ષા હોતી નથી. પરિણામ નૈસર્ગિક છે-તે આપોઆપ પ્રગટ થાય છે. ૧૪૧ કળશમાં આવે છે-“સ્વયં ઉચ્છલંતિ” આપોઆપ સ્વયં ઉત્પન્ન થાય છે-તે નૈસર્ગિક,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com