________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
પ૩ છે? તો મહાસતીજીએ કહ્યું નહીં કે-સમયસારમાં છે. કારણકે એમણે તો આ બન્નેને દીક્ષા આપવી હતી. તેમાં કુદરતી યોગાનુયોગ તેમના બહેનના ઘરે આવ્યા. મારું વ્યાખ્યાન તે વખતે રાજકોટ જિનમંદિરમાં ચાલતું 'તું. ત્યારે હજુ સ્વાધ્યાય હોલ થયો નહતો. ત્યારે તેરમી ગાથા ચાલતી હતી. તેમને થયું કે-અરે ! આ તો બધું સમયસારમાં છે, અને મારા ગયણીજી એ નામ પણ ન બતાવ્યું. થોડા દિવસ સાંભળ્યું, સાંભળ્યા પછી પરિણામમાં પલટો તો આવે ને?! તેને થયું કે આ વાત કોઈ અપૂર્વ છે. એમના માતા-પિતા ગુરુદેવના અનુયાયી, તેમને સમજાવે પણ, આ તો કહે-મારે દીક્ષા લેવી છે. પર્યાયની ત્યારે યોગ્યતા તેવી હતી.
થોડા દિવસ અહીં સાંભળ્યા પછી મને મંદિરમાં પૂછયું; કે ભાઈ ! તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. ટાઈમ આપો તો તમારી પાસે આવવું છે. મેં કહ્યું ભલે ! બીજા કોઈ બહેનને સાથે લઈને આવજો. તે એક બહેનને સાથે લઈને આવ્યા. પછી મેં કહ્યું; નવ તત્ત્વનું શ્રદ્ધાના તે સમ્યક્દર્શન-તે વાત બરોબર!? તો તે કહે-હા, બરાબર છે. પછી મેં કહ્યું ! ભૂતાર્થનયે નવા તત્ત્વને જાણે તો સમ્યક્દર્શન તે વાત તમારા ગુરુએ કરી છે? તે કહે-ના, ભાઈ ! આ વાત તો હું પહેલા વહેલી સાંભળું છું. નવ તત્ત્વનું શ્રદ્ધાન સમ્યક્દર્શન તે તો ચાલતી વાત છેદિગમ્બરોમાં, શ્વેતામ્બરોમાં, સ્થાનકવાસીમાં. પણ અહીં “ભૂતાર્થનયે” તે એક શબ્દ આગળ લગાડયો છે તે તમે સાંભળ્યું છે? તો કહે-ના, આ નથી સાંભળ્યું. પછી તેરમી ગાથાની વાત તેમને કરી.
પછી તેમનામાં પલટો આવ્યો એટલે મેં કહ્યું-અમારા ગુરુ પાસે સોનગઢ જાવ. હેડ ઓફિસ ત્યાં છે. ત્યાં ગયા, ગુરુદેવે, બહેનશ્રીએ ખૂબ જ આવકાર આપ્યો. કેમકે–તેમના માતા પિતા તો ગુરુદેવના શિષ્યો, એટલે ગુરુદેવને ખબર હતી કે બેનને દીક્ષા લેવી છે. આમ કાળ પાક્યો ત્યાં પલટો આવી ગયો.
(ગુણીબેન-“ભૂતાર્થનયે' તે શબ્દ તો મને જાગૃત કરી દીધી 'તી. ભાઈ ! આપનો અનંત ઉપકાર છે. આઠ દિવસમાં તો આખો પલટો થઈ જાય તેવું આપે તત્ત્વ આપ્યું.)
અલૌકિક સમયસાર અને તેનું સ્પષ્ટીકરણ જે ગુરુદેવે કર્યું તે ખલાસ. તેમનો જન્મ આપણા માટે જ અહીં થયો હતો.
ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તો પણ તે કાંઈ વસ્તુ નથી:” એટલે તે અવસ્તુ છે. વસ્તુ તો એક જ્ઞાયકભાવ છે. અને વ્યવહારનયનો વિષય તો ભેદ છે, માટે તે કાંઈ કાયમી ચીજ નથી–માટે તે કાંઈ વસ્તુ નથી. કેમકે એક પર્યાયમાં અનંતગુણ નથી માટે તે વસ્તુ નથી. જેમાં અનંતગુણ વસે તેને વસ્તુ કહેવાય. જેમાં પારિણામિકભાવ વસે તેને જીવ કહેવાય જેમાં ઉદયાદિભાવ વસે તેને જીવ ન કહેવાય. પર્યાયમાં ઉદયભાવ હોય, પર્યાયમાં ક્ષાયિકભાવ હોય, તે જીવ નથી. મોક્ષની પર્યાયમાં જીવનું લક્ષણ નથી, બેન!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com