________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
સંકલિત...કલમે...
પૂ. ગુરુદેવશ્રી એટલે આત્મજ્યોતિના અમર પ્રવચનકાર જીવંત આગમ..ધબકતું જિનશાસન. તેઓશ્રીની નિર્વિકારી તેજસ્વી નયનોમાંથી નિષ્કારણ કણાની-સંવેદનાની પ્રભા સદાય વરસતી. આ નિકૃષ્ટ યુગમાં તેમણે જે અધ્યાત્મની અલખ જગાડી છે તે અનંત ઉપકારો અવર્ણનીય છે.
જેમ કુદરતની મુક્ત પ્રકૃતિની રમ્યલીલાને શું બંધ ઓરડામાં રહીને માણી શકાય છે? જાણી શકાય છે? પ્રકૃતિની સુંદર લીલાને માણવા માટે તો કુદરતની ગોદમાં જવું પડે છે. તેમ અહીં સંતો કહે છે કે-સામાન્ય ધ્રુવનો પક્ષ હો...કે નવ તત્ત્વનો પક્ષ હો. નિરપેક્ષનો પક્ષ હો કે સાપેક્ષનો પક્ષ હો..! પરંતુ જ્યાં સુધી પક્ષમાં ઉભો છે ત્યાં સુધી જ્ઞાનાનુભૂતિને માણી શકાતી નથી....જાણી શકાતી નથી. સહજાનંદને અનુભવવા માટે સર્વ પક્ષથી રહિત નિષ્પક્ષ થવું જરૂરી છે.
તેમ કહાનલાલના આ પ્રવચનોમાં માધ્યસ્થ ભાવનો પ્રવાહ વહે છે. આ પ્રવચનોમાં શ્રદ્ધાનું તેમજ જ્ઞાનનું બેલેન્સ આગમ અધ્યાત્મ શૈલીનું સ્પષ્ટીકરણ એટલે એક જ સમયે સાધકને પરિણામનું નિરપેક્ષ જ્ઞાન અને તે જ સમયે સાપેક્ષતાનું જ્ઞાન અક્રમે કેવું વર્તે છે તેનાં સમતોલપણાની ધારા કેવી ઉછળે છે તે દષ્ટિગોચર થયા વિના નહીં રહે.
આ ગાથાનું સ્પષ્ટીકરણ એટલે અનુભવપૂર્વકનું નિરૂપણ. આ પ્રવચનોમાં થયેલું પ્રરૂપણ સ્યાદવાદના અનેક પડખાંઓને આવરી લ્ય છે. આ ગાથાની ટીકાના દરેક સૂત્ર પર તાત્વિક દષ્ટિકોણથી અદ્દભુતશૈલીમાં પ્રકાશ પાથર્યો છે.
આપશ્રીનું ગુણ સંપન્ન આકર્ષક વ્યક્તિત્વ આ પ્રવચનોમાં સ્વયં ખીલી ઊઠે છે. આ પ્રવચનોમાં દષ્ટિની વિશાળતા, ઊંડું મંથન, સરળ વિવરણ, અને પ્રૌઢ શૈલીના દર્શન થાય છે. પછી તે નિરપેક્ષતાનું વર્ણન હોય કે..નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતાનું હોય. દ્રવ્યનું હોય કે પર્યાયનું હોય. કોઈ પણ વર્ણન અકથ્ય સીમાએ સ્પષ્ટ કરેલ છે. વળી અનેક વિશેષતાઓની ઝાંખી કરાવતા આ પ્રવચનો નિરાળી શૈલીથી રોચક બન્યા છે. કુંદ અમૃતના પેટાળમાં રહેલાં ગૂઢ રહસ્યો ખૂલતાં એક આત્મજ્યોતિ મુખરિતપણે આલોકિત થાય છે. અંતરંગમાં તેવો ભાસ થાય છે કે-સમસ્ત સૃષ્ટિના જીવોને સ્વરૂપ પ્રાપ્તિનું આહવાનનું આપ્યું છે.
અધ્યાત્મરસના રસિયા જીવો માટે તત્ત્વજ્ઞાનની વિરલ ધારા પ્રવાહિત થઈ છે. તેરા ગાથાનો મર્મ જેના હૃદયમાં કોતરાય જાય છે તે જીવ અપ્રતિહતભાવે પ્રગતિમાન થાય છે. તેનું સમ્યક્દર્શન અવિચ્છિન્ન ધારાએ વર્તે છે.
જ્ઞાનીના એક એક વચનમાં અનંત આગમ ભર્યા છે તેની મહત્તા સમજાય છે. કુંદકુંદદેવની મૂળ ગાથા અને તેની ઉપર અમૃતચંદ્રદેવની ટીકાના એક એક શબ્દમાં એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com