________________ 3/9 Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ પુણ-પાપ આદિ સાત તત્ત્વ કાંઈ પણ વસ્તુ નથી-અવસ્તુ છે. જ્યારે (નવ તત્ત્વો) વસ્તુપણે જણાય છે ત્યાં સુધી આ વસ્તુ દેખાતી નથી. પ્રભુ! વિચાર તો કર કે આ શું વાત છે? આ વ્યવહારનો નિષેધ કરે છે. વ્યવહારનો નિષેધ કરે છે ત્યારે જ વ્યવહારનો જન્મ થાય છે. કોણ વ્યવહારનો નિષેધ કરે છે જ્ઞાની અને તું નિશ્ચયનો નિષેધ કરે છે-વ્યવહારનો નિષેધ કરતો નથી. જ્ઞાનીને વ્યવહારનું જ્ઞાન હોય છે પણ વ્યવહારનો પક્ષ હોતો નથી. નિશ્ચયનું જ્ઞાન થાય છે તો વ્યવહારનું જ્ઞાન થઈ જાય છે. પરંતુ તેનો ઉપયોગ નવ તત્ત્વની સન્મુખ નથી. આહાહા! સાધક સવિકલ્પ દશામાં પરદ્રવ્યથી પરામુખ રહે છે. નિર્વિકલ્પ ધ્યાનની દશામાં તો પરામુખ છે જ. નવ તત્ત્વો પરદ્રવ્ય છે તેનાથી જ્ઞાન પરામુખ રહે છેસવિકલ્પદશામાં પણ. કેમકે યાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જાણવામાં આવે છે. ભેદનું લક્ષ નથી તેથી ભેદ જાણવામાં આવતા નથી. તે જણાય જાય છે પણ તેને જાણતો નથી. “નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુગલ જુદાં-જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે. તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે.” નિમિત્ત-નૈમિત્તિક ભાવ મટી જાય તો વસ્તુ તો દ્રવ્ય છે. વસ્તુનો નિજભાવપરિણામિકભાવ વસ્તુની સાથે જ રહે છે. તેનો વિયોગ થતો નથી. નિમિત્ત-નૈમિત્તિકભાવ અંતરદૃષ્ટિથી તો નથી. નિમિત્તના લક્ષથી નૈમિત્તિક થતો હતો. સ્વભાવના લક્ષે ત્રણકાળમાં (રાગ) નૈમિત્તિકભાવ ક્યારેય થતો નથી. એટલે નિમિત્ત-નૈમિત્તિક ભાવનો અભાવ થઈ ગયો. પંડિતજીએ લખ્યું છે. જ્યાં સુધી જુદા-જુદા નવ પદાર્થોને જાણે કે-આ જીવ છે, અજીવ છે, આસ્રવ છે, તેનું લક્ષણ તેનું કારણ-કાર્ય, તેનું ફળ તેને છોડી દે! ભેદમાં ચોંટી ગયો છે, ભેદથી ઉખડતો નથી. ભેદનું જ્ઞાન ઘણું હોવાથી પંડિત થાય છે જ્ઞાની થતો નથી. ભેદનું ભલે થોડું જ્ઞાન હોય, અભેદનું જ્ઞાન થાય છે તો સમ્યકદર્શન થતાં પ્રસન્નચિત્ત થઈ જાય છે. માટે શુદ્ધનયથી જીવને જાણવાથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. આહા...! તેનો મતલબ એવો નથી કે આપણી મહાવિદ્યાલય બંધ કરી દેવી, તે વાત નથી. જે ભેદમાં અટકે છે તેને ભેદની દૃષ્ટિ છોડાવી અભેદમાં લાવવાનું પ્રયોજન છે. માટે શુદ્ધનયથી જીવને જાણવાથી સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા-જુદા નવ પદાર્થોને જાણે અને શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ-મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com