________________
ગાથા : ૧
યોગદષ્ટિ સમુચ્ચય અજ્ઞાનીઓમાં અને આત્માર્થ સાધવાના જ્ઞાન વિનાના અજ્ઞાનીઓમાં આ ઇચ્છાયોગનો વ્યવચ્છેદ કરવા માટે ત્રીજું વિશેષણ ટાંકે છે. કે આ આત્મા સમ્યજ્ઞાની-સમ્યગ્દર્શની હોય, આત્મજ્ઞાની હોય, આત્માને બરાબર ઓળખી આત્માર્થતા સાધવાની પૂર્ણ અપેક્ષાવાળો એવો જ્ઞાની આત્મા અહીં લેવો. સારાંશ કે આગમશાસ્ત્રોનું વિશાલ જ્ઞાન ભલે ન હોય પરંતુ આત્માર્થ સાધવાનું જ્ઞાન જેઓને વર્તે છે તેવા જીવો અહીં લેવા. જે આત્માએ અનુa =પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ કરવા માટે પોતાને શું શું કરવું જોઇએ એમ કર્તવ્યપણા વડે ગવત = જામ્યો છે તવાર = તત્ત્વભૂત સાર જેણે એવા આત્મા અહીં લેવા. માત્ર શાસ્ત્રો ભણી વિદ્વાન્ થઈ ભાષણ આપનારા આત્મા ન સમજવા. પરંતુ યોગ્ય આચારવાળા લેવા.
(૪) પ્રતિ = આવો આત્મા દર્શનમોહનીયના ક્ષયોપશમવાળો હોવાથી સમ્યજ્ઞાની છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળો હોવાથી શ્રુતજ્ઞાની પણ છે અને અનંતાનુબંધી કષાયાત્મક ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી ધર્મ કરવાની ઇચ્છાવાળો પણ છે. તો પણ અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન કષાય અને નવ નોકષાયરૂપ ચારિત્રમોહનીયનો હજુ ઉદય હોવાથી પ્રમાદને વશ પૂર્ણ ધર્મયોગ સાધી શકતો નથી. અહીં પ્રમાદનો અર્થ આળસુ-ઉંઘણશી-નિદ્રાવણ એટલો જ માત્ર અર્થ ન કરવો. પરંતુ વિકથા આદિ રૂપ પ્રમાદ સમજવો. જે પ્રમાદને લીધે આ આત્મા-આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થાય, પતન પામે એવી રાજ્યકથા-ભક્તકથા-દેશકથા-સ્ત્રીકથા આદિ જે ભાવો છે તે અહીં પ્રમાદ કહેવાય છે આ આત્મા ધર્મ કરવાની ઇચ્છાવાળો હોવા છતાં પણ યોગ્યકાલે જ ભણવું. વિનયપૂર્વક જ ભણવું ઈત્યાદિ પંચાચારના જે ૮+૮+૮+૧૨+૩=૩૯ આચારો છે તે સાચવવામાં આવા પ્રમાદના કારણે વિકલ-અધૂરો-અપૂર્ણ હોય છે. તેથી આવા આત્માનો વિકલતાવાળો જે ધર્મયોગ તેને ઇચ્છાયોગ કહેવાય છે.
ઇચ્છાયોગમાં આવેલો જીવ ધર્મ કરવાની તાલાવેલીવાળો છે એટલે વાતાદ્રિસૈન્યમાશ્રિત્ય=dhત્તે વિણ વદુકાળ ઇત્યાદિ ગાથામાં કહેલા “યોગ્ય કાલે જ ભણવું” વગેરે કાલ-વિનય-બહુમાન આદિ આચારોની વિકલતાને આશ્રયી કરાતો જે ધર્મયોગ (ચૈત્યવંદન-સ્વાધ્યાય-પ્રતિક્રમણાદિ જે ધર્માનુષ્ઠાન) તે ઇચ્છાયોગ જાણવો. આ જીવમાં એટલી બધી ધર્મ કરવાની ઇચ્છાની તીવ્રતા છે કે જેને લીધે તે અકાલે પણ (ધર્મ કરવાના અયોગ્યકાલે પણ) ધર્મ કરવા તત્પર થઈ જાય છે. યોગ્ય કાલાદિ સાચવી શકતો નથી. જેમ જેમ ઇચ્છાની પ્રબળતા વધે છે તેમ તેમ સાંસારિક ભાવોને ગૌણ કરીને તે જીવ ધર્મ કરવા પ્રેરાય છે. પરંતુ ઇચ્છાની અતિશયતાના લીધે તે જીવ અતિચાર સેવી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org