________________
(૩૨)
મહાવીર અને શ્રેણિક. વરે કહ્યું. “આ ચિત્રપટ જેની પાસેથી લાવી તેને જ વાત કર, તે આપણે રસ્તો કાઢશે. કઈ રીતે અમને તે મેળવી આપશે.”
હા, હા બેન ! એ રસ્તે ઠીક છે. આ યુક્તિથી જરૂર આપણે ફત્તેહ મેળવીશું. આપણું કાર્ય આપણે સિદ્ધ કરીશું.” ચેલાએ અનુમતિ આપી.
“એ વણિક પણ ભલે દેખાય છે. કાંઈ રસ્તે દેખાડે તે દેખાડે.” દાસીએ જણાવ્યું.
તે જા ને ફતેહ કરી ઝટ વહેલી આવ. આ ચિત્રપટ પણ તેને આપતી આવ. જે તારા કાર્યમાં તું સાવધાન રહેજે” સુજેષ્ઠાએ છબી દાસીને આપી અને જણાવ્યું.
“બેન ! કોઈ પણ રીતે એ વણિકને સમજાવી આપનું કાર્ય હું પાર ઉતારીશ. આપને સુખી કરીશ.” એમ કહેતી દાસી પેલું ચિત્રપટ લઈ અંતઃપુરમાંથી વણિકની દુકાન તરફ રવાના થઈ.
શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં દરેક પુસ્તકે શુદ્ધ, સારાં અને સસ્તાં મળવાનું વિશ્વાસપાત્ર સ્થાન
જેન સરતી વાંચનમાળા.
પાલીતાણા (કાઠીયાવાડ).
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat