________________
(૯૮)
મહાવીર અને શ્રેણિક
સિવાય બીજે પણ અનેક ઠેકાણે બાદ્ધવિહાર સ્થાપના કરી એને આશ્રય આપે હતે. તે સિવાય એ ધર્મને અસ્પૃદય માટે બીજી પણ અનેક સખાવત કરતા હતા. બાદ્ધ સાધુ
એ એના મગજમાં યુક્તિ-પ્રયુક્તિથી એવી તે શ્રદ્ધા બેસાડી હતી કે વિશેષ પરિશ્રમ વગર એ શ્રદ્ધા દૂર કરવી અશક્ય હતી. મગધરાજ શ્રેણિક પટ્ટરાણું ચલણાની આગળ પિતાના બુદ્ધદેવનાં, તેમના સાધુઓના અનેક પ્રકારે વખાણ કરતે હતે. “રાણે પણ બૌદ્ધધર્મમાં જોડાય તે કેવું? બિચારી અજ્ઞાનતાથી સત્ય માને છેડી અવળે માર્ગે ચડી ગઈ છે. હશે, ધીરે ધીરે એના મગજમાંથી એ શલ્ય હું દૂર કરીશ. એને બુદ્ધ ભગવાનની પરમ શિષ્યા કરીશ.”
૩૦ વરસની ઉમરે સંસાર તજી સિદ્ધાર્થ સંસારત્યાગી થયે. ત્યાગી થયા પછી તપ કરવા માંડયા. તપ કરીને કંટાળવાથી તેમજ શરીર દુર્બળ થવાથી એમણે તપ કરવું છોડી દીધું. એક દિવસ એક વૃક્ષની નીચે બેઠેલા તેમને લાગ્યું કે “મારી શંકાઓ નાશ પામી ગઈ છે. મારું ચિત્ત શાંત થયું છે. મને હવે સંપૂર્ણ જ્ઞાન થયું છે. ” પછી તેમણે લેકેને કાશીનગરીના મૃગવનમાં પ્રથમ ઉપદેશ દેવે શરૂ કર્યો. પિતાના નવીન સિદ્ધાતે જાહેર કરી એ મતમાં લોકોને ખેંચી પોતાના નવીન મતની સ્થાપના કરી. શરૂઆતમાં સામાન્યવર્ગના લોકોમાં પોતાનો ઉપદેશ શરૂ કર્યો. જેમ જેમ કે એ મત તરફ આકર્ષાવા લાગ્યા તેમ તેમ રાજાઓને પણ તે મતમાં ખેંચવા માંડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com