________________
(૧૭)
મહાવીર અને શ્રેણિક એ આખી રાત મુનિની કદર્થના કરવામાં યુવતીએ પસાર કરી પણ ન તે ઈચ્છા સફલ થઈ ન તે એ મુનિને ચલાયમાન કરી શકી. યુથ બ્રણ મૃગલીની માફક તે ઉભય ભ્રષ્ટ થઈ. ચતુર્થ પ્રહર શરૂ થયો એટલે યુવતી એ પરિશમથી કંટાળી જરા આડે પડખે થઈ એ ભારે થયેલી આંખ સાથે મળી જઈ નિદ્રાને ખાળે પડી. એ શાંત પડેલી યુવતી પછી ઘસઘસાટ નિદ્રાને આધિન થઈ ગઈ.
યુવતીને નિદ્રાને એળે પડેલી જોઈ મુનિએ ધ્યાન છોડયું. વસ્તુસ્થિતિને કંઈક ભેદ એણે કપેલે હેવાથી પ્રાતઃકાળે રખે જૈન ધર્મની અવહેલના થાય, જેથી એક લંગોટી રાખી બાકીના વસ્ત્ર વગેરે કાઢી નાખી એક ઢગલે કરી પિતાની તેજલેશ્યાની શક્તિથી અગ્નિ ઉત્પન્ન કરી મુનિનાં સર્વે ઉપકરણો સળગાવી મૂકયાં. એની રાખડી બધા શરીરે ચેળી એક અબધૂતના સ્વરૂપમાં પિતે ફેરવાઈ ગયા.
મુનિને મંદિરમાં પુરી સીપાઈઓ શ્રેણિક મહારાજને એમની આજ્ઞા પાછી આપી દીધી. પિતે જે કાર્ય બજાવેલું હતું તે મહારાજને કહી સંભળાવ્યું. પિતાની મનવૃત્તિ પ્રમાણે કાર્ય સફળ થયેલું જોઈ શ્રેણિક મનમાં પ્રસન્ન થયા. પ્રાત:કાળે ચેલણાને સાથે લઈને ત્યાં આગળ જવું ને એના ગુરૂનું કાર્ય એને પ્રત્યક્ષ બતાવવું કે-“તારા ગુરૂની માફક
અમારા ગુરૂ વ્યભિચારી તે નથીને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com