________________
(૨૫૦)
મહાવીર અને શ્રેણિક - શ્રીમતીનાં વચન સાંભળી આદ્રકુમાર મુનિ પાછા વળવાની ત્વરા કરતાં બેલ્યા. “ બાલે આ તું શું બોલે છે? તમે ગૃહસ્થ ને અમે સાધુ, ત્યાગી, સ્વામી શું ને વાત શી? જરા વિચારીને બેલ? આવું ગાંડુ ઘેલું ન બોલ ?
“તે દીવસે હું તમને વરી હતી ત્યારથી તમે જ મારા પતિ છે. ઘી તે ખીચડીમાં પડી ગયું દુધમાં સાકર પડી ગઈ, ને થવાનું હતું તે તે થઈ ગયું પ્રિયતમ? હવે શું વિચાર કરીને બેલાવે છે. ચાતક જેમ મેઘની વાટ જુએ તેમ હું નિરંતર તમારી વાટ જોઈ રહી છું. “શ્રીમતીએ કહ્યું.
“મારી વાટ જોઈને તું શું કરશે હું તે એક મુનિ છું, ભિક્ષુક છું. મારી પાસે પૈસે નથી, ભિક્ષા માગીને પેટ ભરૂ છું. ઘર વગર જ્યાં ત્યાં રહીને મારો સમય હું વ્યતીત કરું છું. મારી સાથે પરણીને તું નાહક દુઃખી થશે હેરાન–થશે.”
“બસ એટલું જ કહેવાનું કે બીજું કાંઈ, તમને પરણીને હું દુઃખી થઈશ કે સુખી એ તે મારે વિચારવાનું છે અને માનો કે કદાચ હું દુ:ખી થાઉં તે પણ શું. કારણકે મનથી, વચનથી અને કાયાથી પણ તે દિવસે તમને હું વરી. ચકી છું. એટલે હવે તે નિરૂપાય? તમારે કે મારે હવે બીજો કોઈ રસ્તો નથી.”
“શ્રીમતી? તે નહી બની શકે. મેં સંયમ વિકારેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com