________________
ત્રાકસત્રનું બંધન અને મુક્તિ.
(૨૬૧) દ્રકુમારે કહ્યું. તે પછી રાજકુમારને ઉદ્દેશીને કહ્યું, “હે રાજકુમાર ! પ્રતિમા મેકલવાવડે કરીને તમે મને શું નથી આથયું ? અનાર્યદેશમાં જન્મેલા અને તમે આહત ધર્મ પમા
ડ્યો. ધર્મરહિત મહાકાદવમાં પડેલા મારે તમે ઉદ્ધાર કર્યો. તમારી બુદ્ધિથી બાધ પામી હું આર્યદેશમાં આવ્યા ને પ્રતિબંધ પામીને દીક્ષા ગ્રહણ કરી. હે રાજકુમાર ! તમને ધર્મને લાભ થાઓ.”
“છતાં પણ આપની શક્તિને ધન્ય છે, આપને ધર્મ રાગ તીવ્ર છે કે એ સખ્ત બંદેબસ્ત છતાં આપ ત્યાંથી આર્ય દેશમાં આવ્યા ને ચરિત્ર ગ્રહણ કર્યું. ભેગાલલી કમ છતાં પણ આપે શૂરવીર બનીને દીક્ષા લીધી. ન છૂટકે સંગવશ થયા, ને એત્રાસ્ત્રનું બંધન પણ આપે તેડ્યું, એ શું એાછી મહત્વની વાત છે? મેહરૂપ કાદવમાં ખુંચેલા અમે બહાર પણ નીકળવાને સમર્થ નથી. શું કરીએ? કયાં આપની શક્તિને ક્યાં અમારી શક્તિ ?” અભયકુમારે આદ્રમુનિનો આભાર માનતાં કહ્યું.
મગધરાજ શ્રેણીક અને અભયકુમાર આમુનિને વંદન કરી મનમાં તેમની પ્રશંસા કરતા એમને સ્થાનકે ગયા. આદ્રકુમારમુનિ પિતાના પાંચસે શિષ્યના પરિવાર સહિત રાજગૃહ નગરે સમવસરેલા વિર ભગવાનને વંદના કરી, શુદ્ધ ચરિત્ર ગ્રહણ કર્યું. નિરતિચારપણે ચારિત્ર પાલન કરતાં અને વિર ભગવાનની સેવાભક્તિ કરતાં પ્રાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com