________________
(૩૦૦)
મહાવીર અને શ્રેણિકે, મૂલ્યવાન રત્નથી વિભૂષિત સાત માળના મહેલમાં શય્યા ઉપર સુવાડ.
જ્યારે તેને વિશે ઉતરી ગયે, તે વખતે જાગ્રત થઈને આમતેમ જોવા લાગ્યો. તે આશ્ચર્ય કરનારી અને આંખને આનંદ આપનારી સમૃદ્ધિ એના જેવામાં આવી. તે સમયે
જય જય નંદા જય જય ભદ્રા” એવા મંગળમય શબ્દ કરતાં નરનારીઓ તેના જેવામાં આવ્યા. તે નરનારીઓ એને કહેવા લાગ્યાં. “હે ઉત્તમ પુરૂષ! તમે અમારા સ્વામી થયા છે. આ ઉત્તમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે, માટે યથેચ૭૫ણે કીડા કરે, અમે તમારા કિંકર છીએ.” . આવાં ખુશામત યુક્ત ચાટુ વચન સાંભળી રોહિણેય વિચાર કરવા લાગ્યું. “શું આ દેવલોક છે ? હું મનુષ્યલેકમાંથી મરીને અહીંયા શું દેવપણે ઉત્પન્ન થયો છું?” એવા વિચાર કરતા તેની આગળ તેમણે સંગીત શરૂ કર્યું.
એટલામાં સુવર્ણની છડી ધારણ કરનાર એક પુરૂષ ત્યાં આવ્યું. તેણે પેલાં ગંધર્વ નરનારીઓને કહ્યું. “આ તમે શું આરંવ્યું ?”
અમે અમારા સ્વામી આગળ અમારું વિજ્ઞાન કૌશલ્ય બતાવીએ છીએ.” ગંધએ કહ્યું
બહુ સારું, કૌશલ્ય તમે સ્વામીને બતાવો, પણ પ્રથમ દેવલોકના આચાર તેમની પાસે કરા.” પ્રતિહારીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com