________________
(૩૧૮).
મહાવીર અને શ્રેણિક તેઓ એક બીજાની સામે જોતા નહિ. કેટલાક દિવસ વચમાં પસાર થઈ ગયા. વત્સરાજ ઉદાયન પકડાઈ જવાની હકીકત કેશાંબી નગરીમાં પહોંચી ગઈ. નગરીમાં હાહાકાર થઈ રહ્યો. પિતાના રાજાને કેવી રીતે છોડવે, એ માટે તેના મંત્રીઓ વિચાર કરવા લાગ્યા. એ મમ્મર પ્રોતને પિતાના રાજાને શા માટે કર્યો હશે, તે માટે અનેક વિચારે તે કરવા લાગ્યા. ગાંધરાય નામે વત્સરાજને મહા અમાત્ય હતું તે મહાબુદ્ધિનિધાન ગણાતે હતે. પિતાના સ્વામીને મુક્ત કરાવવા માટે તે અનેક યુક્તિઓ કરવા લાગ્યા. એ સિંહના પંજામાંથી છોડવા તે બુદ્ધિ વગર ન બને માટે કઈ પણ યુક્તિથી છેડવવાને તે પુરતી તૈયારી કરી અવંતીમાં આવ્યો. વત્સરાજની તપાસ કરતે, અને મુક્ત કરવાની ચિંતા કરતે ગાંધરાય અવંતીમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
વાસવદત્તાને ગાયનકળાને અભ્યાસ કરતાં કેટલાક સમય વચમાં પસાર થયો. અન્યદા વાસવદત્તાને જીજ્ઞાસા થઈ કે પોતાને ગુરૂ આવો કલાચાર્ય અને ગુણ નિષ્પન્ન છતાં એ કેક કઢી છે તે જે તે ખરી.! પિતાના ગુરૂ કલાચાર્યના વિચારમાં જ તે નિમગ્ન હેવાથી શીખવામાં મંદ ઉત્સાહવાળી થઈ ગઈ. વત્સરાજના વારંવાર કહેવા છતાં એનું ધ્યાન રહ્યું નહિ, જેથી વત્સરાજે અનં. તિપતિની કુમારીને કહ્યું કે, “ અરે કાણી ! બરાબર
શીખવામાં ધ્યાન કેમ આપતી નથી? ” ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com