________________
(૩૭૪)
મહાવીર અને શ્રેણિક મહામુશ્કેલીએ નભ્યા કરતું હતું. સંસારની એવી વિષમ સ્થિતિમાં તે પોતાના દિવસો પસાર કરતા હતા, એટલામાં પૂર્વના ભાગ્ય એને સુધર્માસ્વામીને બેધ લાગે, અને એની પાસે એણે વત ગ્રહણ કર્યું.
યથાશક્તિ કઠીયારે તપ કરતું હતું. જ્યારે પારણ કરવાનો સમય આવે ત્યારે આહાર માટે રાજગૃહી નગરીમાં ફરવા લાગ્યું. એ રાગૃહી નગરીના લેકે એને જોઈને સામે આંગળી ચીંધવા લાગ્યા. “ ઓળખે આને? આ પેલે કઠીયાર, રજ લાકડાની ભારી વેચતે હતે તે !”
હા હા, એને ઓળખે. બિચારે દુઃખથી કંટાળી સાધુ થઈ ગયે. શું કરે ખાવાનું ન મળે ત્યારે ?” બીજાએ કહ્યું.
સાધુપણામાં એને તે સારૂં છે? માલમલીદા ખાવાના મળે, ફિકર ને ચિતા બધીય ટળે.” ત્રીજાએ કહ્યું,
“ લાકડાની ભારીમાં શું મલતું હતું. ખાવા જેટલા પૈસા પણ જડતા નહિ. આજે એ નિરાંતે માલમલિદા ખાઈ મજા કરે. શા માટે દીક્ષા ન લે ? ”
ખાવાનું ન મલે તે સાધુ થવું શું ખોટું છે?” એ પ્રમાણે એ કઠીયારા મુનિની મશ્કરી ઉપર મકરી
થવા લાગી. લેકે એની નિંદા કરવા લાગ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com