________________
( ૩૩૨ )
મહાવીર અને શ્રેણિક
મગધપતિએ સમશેર ઉગામી, “ પ્રદ્યોત ! હાશીયાર ” અવંતીપતિ સંસારના લાલચુ અને જીવનની ઇચ્છાવાળા હતા તે છતાં જીવાને માટે પ્રાથૅના કરવી તે તેને યોગ્ય ન લાગ્યું, ગમે તેવા છતાં પોતાનાથી મગધપતિ અલ્પમળવાળા હતા. અક્ષયકુમારની બુદ્ધિને આધીન થઇ તે સપડાઈ ગયા હતા, નહિ કે શ્રેણિકની સમશેરથી ? પેાતાની દ્રષ્ટિ આગળ તુચ્છ ગણાતા મનુષ્યની પ્રાર્થના કરવા કરતાં સમયને ધિન થવુ તે જ પ્રઘાતને ઠીક લાગ્યું હતું. એણે આજ સુધીમાં ઘણા યુદ્ધો કર્યાં હતાં, કંઇક રાજાઓને યુદ્ધમાં પરાસ્ત કર્યા હતા—માર્યાં હતા, એમની સ્ત્રીઓને રડાવી હતી. એવા માની પુરૂષ શ્રેણિકની પ્રાથના કરે એ અસંભવિત હતુ.
મગધપતિ જેવા પ્રદ્યાત ઉપર ઉપર ઘા કરવા જાય છે તેવા જ તેના સમશેર સહિત હાથ અભયકુમારે પકડી લીધે.
૮ દેવ ! રાજા, બાળક, સ્રીએ અવધ્ય ગણાય છે. અત્યારે એનું જીવન જો કે આપણે આધિન છે, તેથી એના જીવ લઈને ખુશી થવું એ ઠીક ના કહેવાય. ”
“ત્યારે શું આવા કટ્ટર શત્રુને હાથમાં આવેલા જવા દેવા કે ? ” રાજાએ કહ્યું.
“ શત્રુ ગમે તેવા હાય પણ જો તે શરણે આવેલા હાય તા અને છેડી મૂકવા જોઇએ. ગમે તેવા સમર્થ છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com