________________
(૩૫૮)
મહાવીર અને એણિક બંધાયેલા છે, પણ પિતાને કબજે કર્યા પછી એ બધી પંચાત હું વહારી લઈશ. તમારે તેની ચિંતા કરવી નહિ, જે જે વચમાં આવશે તે સર્વને હું સાફ કરી નાખીશ” કેણિકે કહ્યું
કેણિક મહાપરાક્રમી હતે. એનું પરાક્રમ હવે ધીરજ ખમે તેમ નહોતું. પિતાનું બળ જગતને બતાવવા તે અધીરે થઈ ગયે હતે. એ મદેન્મત્ત થઈ ગયું હતું. અત્યારસુધી માંડ માંડ તે પોતાના પરાક્રમને છુપાવી રહ્યો હતે. અભયકુમાર રાજ્યને ઉત્તરાધિકારી હોવાથી તેમજ મહાન બુદ્ધિશાળી હોવાથી જેમ તેમ તે જંપીને બેસી રહ્યો હતો, કારણ કે અભયકુમારની હયાતિમાં તે અભયનું કે પિતાનું કોઈપણ અનિષ્ટ કરી શકે તેમ ન હતું તેમજ બુદ્ધિમાન અભયની પણ તેના ઉપર નજર પડેલી હતી. તે સાવધ હતે. અભયકુમાર પાસે બે શક્તિઓ હતી-બળ અને બુદ્ધિ જ્યારે કેણિક પાસે ફક્ત બળ હતું. બળથી ગર્વિષ્ટ થયેલા તેની બુદ્ધિ કટાઈ ગઈ હતી. તે પૂરો સ્વાર્થી હતો પણ આજ સુધી અભયકુમાર હેવાથી તે લાચાર હતે. અક્ષયકુમારની દીક્ષા પછી સીધે તેને જ રાજ્યહક્ક હતું, તેથી હવે તે ઉતાવળે થઈ ગયે હતે. એ ઉતાવળમાં તે અવિચારી પગલું ભરવાને પણ તૈયાર થઈ ગયું હતું અને તેને જ માટે તે પોતાના બંધુઓને પિતાના પાપીકાર્યમાં એકત્ર કરી રહ્યો હતો.
હવે શ્રેણિક રાજાનું પુણ્ય પણ ખલાસ થયું હતું, તેથી જ કેણિકની બુદ્ધિ ફરી ગઈને અભયકુમાર જે રાજ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com