________________
પ્રકરણ ૪૬ મું.
ઉપસંહાર, હાથમાં લેહદંડ લઈને ધસી આવતા કેણિકે શું જોયું? આત્મા વગરનું શ્રેણિકનું કલેવર એને જોવામાં આવ્યું. એ નિઃચેષ્ટ શરીરને કેણિક શું કરે? મૃત શ્રેણિકને જોઈ કેણિક છાતી કુટી રૂદન કરવા લાગ્યા. શ્રેણિકના મૃત્યુના સમાચાર અંતઃપુરમાં તેમજ નગરમાં ફરી વળ્યા.ચેલણ વગેરે શ્રેણિકની સ્ત્રીઓ રડતી ને માથાં કુટતી આવી. કણિકને મનને મનોરથ એમજ રહી ગયે. એના મનમાં ચિંતવેલું દેવે અન્યથા કરી નાખ્યું. કેણિકે રડતાં રડતાં શ્રેણિકનું મૃતકાર્ય કર્યું. પારાવાર પશ્ચાત્તાપ કર્યો, ખેદ કર્યો, ચેલણદેવીના મારથ મનમાં જ રહી ગયા. - શ્રેણિકની મૃત્યુક્રિયા કર્યા પછી પણ શ્રેણિકને ઘણે ખેદ થવા લાગ્યું. પિતાની સુવા બેસવાની જગાએ જોઈ તે વારંવાર શોક કરતા હતા, જેથી તેના મંત્રીઓએ વિચાર્યું કે આમ શેક કરવાથી આપણે રાજા મૃત્યુ પામી જશે ને રાજ્ય વિનાશ પામશે. માટે રાજાને શેક તે મુકાવવો જોઈએ. પછી તેમણે એક યુકિત કરી. તેમણે એક તામ્રપત્ર ઉપર લેખ તૈયાર કરી જુને કરી ભંડારમાં મુકાવ્ય ને રાજાના દેખતાં કઢાવી એમાંથી વંચાવ્યું કે “બ્રાહ્મણને પિંડદાન કરવાથી તે મરનાર પિતાને મળે છે. મરનારની પાછળ જેટલું દાન કરવામાં આવે છે તે બધું મરનારને મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com